* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે રવિવાર તા. ૧૦-૧-૧૬ના રોજ બપોરે ૩થી ભજન, આરતી અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૦-૧-૧૬ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન વિશ્વ હિન્દુ મંદિર, ૨ લેડી માર્ગરેટ રોડ, સાઉથોલ UB1 2RA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર વિશ્વ હિન્દુ મંદિર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૦-૧-૧૬ના રોજ ભજન ભોજનના કાર્યક્રમનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સવારે ૯-૩૦ આરતી, ૧૧ બાળકોના ભજન, બપોરે ૧૨-૩૦ રાજભોગ આરતી, ૧ ભોજન પ્રસાદી, ૨ બહેનોના ભજન અને ૨થી ૪ પતંગ બનાવવાના વર્કશોપનું આયોજન કરાયું છે. * તા. ૨૪-૧-૧૬ના રોજ બપોરે ૩ કલાકે સંસ્થાની અસામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. * ગુજરાતી શાળા તા. ૮ - ૯ના રોજ શરૂ થશે અને લંચન ક્લબ તા. ૪થી શરૂ થઇ ગઇ છે. સંપર્ક: 01772 253 901.
* બ્રાહ્મીન એસોસિએશન અોફ લુટન દ્વારા તા. ૨૩-૧-૧૬ના રોજ સાંજે ૭-૩૦થી ૧૦-૩૦ દરમિયાન સેક્રેડ હાર્ટ ચર્ચ, ૧૪૮ એશક્રોફ્ટ રોડ, લુટન LU2 9AY ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: કમલ 07713 130 144.
* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે મકર સક્રાંતિ નિમિત્તે તા. ૧૬-૧-૧૬ શનિવારના રોજ રાત્રે ૮થી ૧૦ દરમિયાન ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8426 0678.
* નારાયન સેવા સંસ્થાન ઉદયપુર તેમજ યુકે દ્વારા વિકલાંગોના સમૂહ લગ્નનું આયોજન તા. ૩૧-૧-૧૬ના રોજ પંજાબી બાગ સ્ટેડીયમ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 07973 266 569.
* ક્રિષ્ના અવંતી પ્રાયમરી સ્કૂલ ક્રોયડનના રીસેપ્શનના વર્ગોની શરૂઆત આગામી સપ્ટેમ્બર ૨૦૧૬થી શરૂ થનાર છે. જે વાલીઅોને શાળામાં પ્રવેશ જોઇતો હોય તેમણે તા. ૧૫ જાન્યુઆરી ૨૦૧૬ પહેલા ક્રોયડન કાઉન્સિલની વેબસાઇટ પર નામ નોંધાવવું જરૂરી છે. ક્રિષ્ના અવંતી સ્કૂલમાં પ્રવેશની તકો વધારવા માટે શાળાને પ્રથમ પ્રેફરન્સ આપવા વિનંતી છે. સંપર્ક: બ્રિજ વઢવાણીયા 07712 641 101.
* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે તા. ૧૪ જાન્યુઆરીથી દર ગુરૂવારે સાંજે ૬-૩૦થી ૮-૩૦ દરમિયાન પૂ. જલાારમ બાપાના ભજન - સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8861 1207.