* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૪-૧-૧૬ રવિવારે બપોરે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ કાઉલી, UB8 2DZ ખાતે તા. ૨૩-૧-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલીસા અને તા. ૨૪-૧-૧૬ના રોજ રવિવારે બપોરે ૩થી ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 07882 253 540.
* કિંગસ્ટનની મેયર ચેરીટી દ્વારા કિંગસ્ટન હોસ્પિટલ ડીમેન્શીયા અપીલ માટે તા. ૩૧-૧-૧૬ના રોજ સાંજે ૫ કલાકે રોઝ થિએટર ખાતે સ્નો રાઇડીંગ અને ધ થ્રી બીયર્સનું આયોજન કરવામાં આવ્યું છે. સેન્ટ જેમ્સીસ પ્લેયર્સ વિશેષ કાર્યક્રમ રજૂ કરશે. સંપર્ક: 020 8547 5027.
* ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, લંડન W14 9HE દ્વારા ભવન્સના વિદ્યાર્થીઅોના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા. ૩૦ અને ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ બપોરે ૩થી કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 7381 3086.