સંસ્થા સમાચાર

Tuesday 26th January 2016 14:06 EST
 

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ કાઉલી, UB8 2DZ ખાતે તા. ૩૦-૧-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલીસા અને તા. ૩૧-૧-૧૬ના રોજ રવિવારે બપોરે ૩થી ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી, મા કી ચૌકી, ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 07882 253 540.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૩૧-૧-૧૬ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સાધુ વાસવાણી સેન્ટર, ૨૫ ક્રિકલવુડ લેન, ક્રિકલવુડ, લંડન NW2 1HP ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર શ્રી દીપકભાઇ અને ગીતાંજલિ મીરપૂરી છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* સત્તાવીસ પાટીદાર સેન્ટર, વેડ ઇન સ્ટાઇલ અને શિવ ઇવેન્ટ્સ દ્વારા રવિવાર તા. ૭-૨-૨૦૧૬ના રોજ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સત્તાવિસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, લંડન HA9 9PE ખાતે વેડિંગ અોપન ડેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૮૦ જેટલા પ્રદર્શકો ઉપસ્થિત રહેશે. વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન ૧૭ અથવા સંપર્ક: 020 8426 1411.

* મીશન સપને સીઝન ટુ કાર્યક્રમ દર રવિવારે રાત્રે ૮ વાગ્યાથી રીશ્તે ટીવી ચેનલ પર રજૂ થઇ રહ્યો છે.

* મિલાપ ફેસ્ટ દ્વારા શ્રીમતી જ્યોત્સના શ્રીકાંથના કર્ણાટીક ક્લાસિકલ મ્યુઝિકના કાર્યક્રમનું આયોજન તા. ૩૦-૧-૧૬ના રોજ બપોરે ૧થી ૩ દરમિયાન ધ કેપસ્ટોન થિએટર, લિવરપુલ L6 1HP ખાતે કરવામાં આવ્યું છે.

* જેજે એન્ટરટેઇનમેન્ટ દ્વારા 'આવાઝ કી દુનિયા' ગીત સંગીત કાર્યક્રમનું આયોજન તા. ૫-૨-૧૬ના રોજ વોલ્ધામસ્ટો ટાઉન હોલ, ફોરેસ્ટ રોડ, E17 4JF; તા. ૬-૨-૧૬ના રોજ બર્મિંગહામ CSN સેન્ટર, ૨૩૮ હાઇ રોડ, B12 8EA; તા. ૭-૨-૧૬ના રોજ રવિવારે ગોલ્ડ હોલ, લેન્કાસ્ટર રોડ, પ્રેસ્ટન PR1 1HT ખાતે કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન ૧૧ અથવા સંપર્ક: 07818 091 269.

* શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ દ્વારા યુથ ગૃપની ફોલોઅપ મીટીંગનું આયોજન તા. ૨-૨-૧૬ના રોજ રાત્રે ૮ કલાકે મંદિર ખાતે કરવામાં આવ્યું છે.

* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ હેરો, HA1 2SU ખાતે દર મહિનાના પ્રથમ શુક્રવારે સાંજે ૭-૩૦થી સૌ માટે ભજન અને દર મહિનાના ત્રીજા મંગળવારે બપોરે ૨થી ૪ દરમિયાન ધુમાડા વગરના હવનનું આયોજન કરવામાં આવે છે. દર ગુરૂવારે સાંજે ૬-૩૦થી ૮-૩૦ જલરામ બાપાના ભજન –ભોજનનો લાભ મળશે અને તા. ૨૦-૨-૧૬ શનિવારે બપોરે ૩થી ૫ દરમિયાન અને તે પછી દર શનિવારે તેજ સમયે ૧૧ હનુમાન ચાલીસા થશે. સંપર્ક: 020 8861 1207.

* ભારતીય વૃંદ ગાન અને સાઉન્ડ્સ અોફ ડિવાઇન ઇન્ડિયા દ્વારા નેશનલ ટૂર અંતર્ગત રવિવાર તા. ૩૧-૧-૧૬ના રોજ ધ લાઉરી, સેલફર્ડ ક્વેઝ ખાતે સાંજે ૬ કલાકે અને તા. ૭-૨-૨૦૧૬ના રોજ પીપલ સેન્ટર, લેસ્ટર ખાતે સાંજે ૬ કલાકે ગીત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: રાકેશ જોશી 07973 306 125.

અવસાન નોંધ

કંપાલા યુગાન્ડાના કોટી સ્ટુડીયોવાળા શ્રી જયંતભાઇ કોટીનું ૮૮ વર્ષની વયે તા. ૧૯-૧-૨૦૧૬ના રોજ કેનેડામાં અવસાન થયું છે. સંપર્ક: ક્રિષ્નકાન્ત પટેલ 020 8249 1178 / નિલેશ (કેનેડા) 001 519 727 3645.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter