* આદ્યાશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૬-૨-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલિસા અને તા. ૭-૨-૧૬ રવિવારે બપોરે ૩થી ભજન સત્સંગ અને ભોજનનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.
* વેમ્બલીમાં ડો. બત્રા હોમિયોપેથી ક્લિનિકની સ્પેશિયલ ઓફર: લંડનમાં વેમ્બલી વિસ્તારમાં આવેલ ડો. બત્રા હોમિયોપેથી ક્લિનિકમાં 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે ખાસ સ્પેશિયલ ઓફર રાખવામાં આવેલ છે. શુક્ર, શનિ, રવિ મફત કન્સલ્ટેશન આપવામાં આવે છે. (જેનો સામાન્ય રીતે £૪૦નો ચાર્જ કરવામાં આવે છે). હોમિયોપેથી સારવાર અને સ્પેશિયલ ઓફર માટે આજે જ ફોન કરો.
0208 903 6261 અથવા જુઓ જાહેરાત પાન. 5
* જેજે એન્ટરટેઇનમેન્ટ દ્વારા 'આવાઝ કી દુનિયા' ગીત સંગીત કાર્યક્રમનું આયોજન તા. ૧૨-૨-૧૬ના રોજ ડી મોન્ટફોર્ડ હોલ, લેસ્ટર LE1 7RU, તા. ૧૩-૨-૧૬ શનિવારના રોજ હેરો લેઝર સેન્ટર, હેરો લંડન HA3 5BD ખાતે; તા. ૧૪-૨-૧૬ના રોજ ધ ક્વીન એલિઝાબેથ હોલ, અોલ્ડહામ OL1 1NL ખાતે કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન ૧૧ અથવા સંપર્ક: 07818 091 269.
* ભારતીય વૃંદ ગાન અને સાઉન્ડ્સ અોફ ડિવાઇન ઇન્ડિયા દ્વારા નેશનલ ટૂર અંતર્ગત તા. ૨૦-૨-૧૬ શનિવારના રોજ ધ સબસ્ક્રીપશન રૂમ, સ્ટ્રાઉડ ખાતે સાંજે ૭-૩૦ કલાકે ગીત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: રાકેશ જોશી 07973 306 125.
* શ્રીમતી જ્યોત્સના શ્રીકાંથના વાયોલીન વાદન કાર્યક્રમનું આયોજન તા. ૭-૨-૧૬ના રોજ બપોરે ૧-૩૦ કલાકે પીઝા એક્સપ્રેસ જાઝ કાફે, ૧૦ ડીન સ્ટ્રીટ લંડન W1D 3RW ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં તેઅો ઇઝરાયેલી બાસ વાદક દફના સાદેહ સાથે જુગલબંદી કરશે.
અવસાન નોંધ
નાઇરોબી કેન્યાના વતની અને હાલ ક્રોયડન ખાતે રહેતા શ્રીમતી શાંતાબેન જમનાદાસ મારૂનું તા. ૨૬-૧-૧૬ના રોજ દુ:ખદ અવસાન થયું છે. સદગતની અંતિમ ક્રિયા તા. ૫-૨-૧૬ શુક્રવારના રોજ બપોરે ૧૨-૪૫ કલાકે ક્રોયડન ક્રિમેટોરિયમ ખાતે થશે. સંપર્ક: દીપક સોલંકી 07904 020 157 / અશ્વિન ગલોરીયા 07767 414 693.