સંસ્થા સમાચાર

Wednesday 10th February 2016 09:44 EST
 

સરસ્વતિ પૂજા

વસંત પંચમીના આગમન સાથે લંડનમાં અલગ અલગ સ્થળે સરસ્વતિ પૂજાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોેટે ભાગે બંગાળીઅો દ્વારા ઉજવવામાં આવતા આ પર્વ પ્રસંગે બાળકો પોતાના પુસ્તકો માતા સરસ્વતિ સમક્ષ મૂકીને પૂજા કરતા હોય છે અને દિવસ દરમિયાન તેઅો અભ્યાસથી મુક્ત રહે છે. બંગાળી સમુદાયના કેટલાક લોકો તેને 'બેંગોલી વેલેન્ટાઇન ડે' પણ કહે છે.

* ક્રોયડન બેંગોલી કનેક્શન દ્‌વારા શનિવાર તા. ૧૩-૨-૧૬ના રોજ સાંજે ૫ કલાકે અોલ્ડ પેલેસ અોફ જ્હોન વીટગીફ્ટ સ્કૂલ, મેલવિલે એવન્યુ, ક્રોયડન CR2 7YN ખાતે સરસ્વતિ પૂજા કાર્યક્રમ થશે. જેનો શુભારંભ એમપી ગેવિન બાર્વેલ કરશે. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રસાદનો લાભ મળશે.

* લંડન શરદ ઉત્સવ દ્વારા શનિવાર તા. ૧૩-૨-૧૬ના રોજ બપોરે ૧થી ૪ દરમિયાન વિક્ટોરીયા હોલ, શીપકોટ રોડ, હેરો HA1 2JE ખાતે સરસ્વતિ પૂજા થશે. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રસાદનો લાભ મળશે.

* ૨૮ પોર્ટલેન્ડ ડ્રાઇવ, મિલ્ટન કીન્સ, MK15 9LP ખાતે તા. ૧૪-૨-૧૬ના રવિવારે સરસ્વતિ પૂજાના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગીત, સંગીત, નૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રસાદનો લાભ મળશે.

૦૦૦૦૦

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૪-૨-૧૬ રવિવારે બપોરે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળની બહેનો છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ, હરિદ્વારના સહયોગથી સંતશ્રી ચિન્મયાનંદ બાપુજીના સાન્નિધ્યમાં તા. ૧૭-૨-૧૬ના રોજ શ્રી તુવન મંદિર કમ્પાઉન્ડ, લલિતપુર, ભારત ખાતે સામૂહિક કન્યા વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 01162 161 684.

* ગાયત્રી પરિવાર યુકે તરફથી તા. ૧૪-૨-૨૦૧૬ રવિવારના રોજ બપોરે ૧૨-૩૦થી માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ૨૦એ રોઝમીડ એવન્યુ, વેમ્બલી HA9 7EE ખાતે ૫ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વિના મૂલ્યે આહુતી અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8907 3028.

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા. ૧૬-૨-૧૬ મંગળવારના રોજ સાંજે ૮થી ૧૦ દરમિયાન ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભોજન પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.

* સત કૈવલ સર્કલ દ્વારા ૨૪૪મા મહાબીજ મહોત્સવનું આયોજન તા. ૧૪-૨-૧૬ના રોજ બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન હોલ, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે બપોરે ૧થી સાંજના ૬ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભજન, પ્રસાદ, પ્રવચનનો લાભ મળશે. સંપર્ક: યશવંતભાઇ 07973 408 069.

* મુંબઇના જાણીતા ગાયક મુખ્તાર શાહ, અનિલ બાજપાઇ, પ્રિયંકા મિત્રા, શૈલજા સુબ્રમણ્યમ સહિત ભારતના ચુનંદા ૨૫ મ્યુઝીશીયન 'સંગીત કી દુનિયા' કાર્યક્રમ રજૂ કરશે. બોલીવુડના નવા જુના ફિલ્મી ગીતો સાંભળવાનો લાહ્વો લેવા મળશે. લંડન, લેસ્ટર અને માંચેસ્ટરમાં યોજાયેલા કાર્યક્રમોની માહિતી માટે જુઅો જાહેરાત પાન નં. ૯.

* એમપી બિરલા મિલેનીયમ આર્ટ ગેલેરી, ધ ભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૨૪થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન રોજ સવારે ૧૧થી સાંજના ૭ દરમિયાન એકનાથ ગીરમના ચિત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 7381 3086.

* સર્વોદય હિન્દુ એસોસિએશનની એન્યુઅલ જનરલ મિટીંગનું આયોજન શનિવાર તા. ૫-૩-૧૬ના રોજ સાંજે ૭ કલાકે ટોલવર્થ રિક્રીએશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ૧૩ કમિટી મેમ્બરની ચૂંટણી કરવામાં આવશે. નોમીનેશન ફોર્મ માટે સંપર્ક: નયન પટેલ (એક્ટીંગ સેક્રેટરી): [email protected]

* રોક અોન મ્યુઝિક અને ગીફ્ટ અ સેમ્પલ દ્વારા વિખ્યાત ગાયક કલાકાર 'શાન'ના લાઇવ ઇન કોન્સર્ટનું આયોજન શુક્રવાર તા. ૧૯-૨-૧૬ના રોજ સાંજે ૮થી લેસ્ટરના ડી મોન્ટફર્ટ હોલ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 0116 233 3111.

* કિંગસ્ટનના મેયરની ચેરીટી માટે તા. ૧૨-૨-૧૬ના રોજ સેન્ટ જેમ્સીસ ચર્ચ હોલ, ન્યુ મોલ્ડન ખાતે 'ક્યુપીડ સેઇલીધ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંછે. સંપર્ક: 020 8547 5027.

* સો એન્ડ રીપ દ્વારા તા. ૨૫-૨-૧૬ના રોજ ગુરૂવારે સાંજે ૭-૩૦ કલાકે વેમ્બલી ખાતે પ્રોપર્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં સો એન્ડ રીપના સેન્ટ્રલ લંડનના પ્રોપર્ટી સ્પેશ્યાલીસ્ટ માર્ગદર્શન આપશે. આપનું નામ નોંધાવવા ફોન નં. 020 7096 2068 અથવા ઇમેઇલ [email protected] પર સંપર્ક કરવા વિનંતી.

* સીટી હિન્દુ નેટવર્ક અને એશિયન મેચ દ્વારા તા. ૧૨-૨-૧૬ના રોજ સાંજે ૬-૩૦થી ૧૧ દરમિયાન પૌસ બાર, ૮૦-૮૪ લેડનહોલ સ્ટ્રીટ, લંડન EC3A 3DH ખાતે વિવાહ યોગ્ય હિન્દુ, જૈન અને શિખ પ્રોફેશનલ્સ યુવાન યુવાન - યુવતીઅોના મીટ અને મિંગલ ડ્રિંક્સ ઇવનીંગનું આયોજન કરવામાં આવ્યુંછે. સંપર્ક: www.asianmatch.co.uk

* સીટી હિન્દુ નેટવર્ક દ્વારા વિન્ટર સૌઇરી કાર્યક્રમનું આયોજન તા. ૨૩-૨-૧૬ના રોજ સાંજે ૬-૩૦થી ૧૧ દરમિયાન ધ ફેબલ, ૫૨ હોલબોર્ન વાયડક્ટ, લંડન EC1A 2FD ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 07801 273 101.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter