"ગુજરાત સમાચાર"ના સભ્ય સુરેન્દ્રભાઇ પટેલનાં માતુશ્રી પૂ. મણીબાનું નિધન
"ગુજરાત સમાચાર તથા એશિયન વોઇસ" સાથે છેલ્લા ૩૨ વર્ષથી કાર્યરત સુરેન્દ્રભાઇ પટેલનાં માતુશ્રી મણીબા ૮૫ વર્ષની વયે બુધવાર, ૧૦ ફેબ્રુઅારીના રોજ સ્વર્ગવાસી થયાં છે. દક્ષિણ ગુજરાતના નવસારી નજીક ધામણ ગામના મૂળવતની અને વર્ષો સુધી મલાવી રહ્યા બાદ હાલ ઇસ્ટ લંડન સ્થિત પૂ. મણીબા થોડા મહિનાથી કેન્સરની ગંભીર બિમારીથી પીડાતાં હતાં. મણીબાના સૌથી નાના પુત્ર સુરેન્દ્રભાઇએ શ્રવણની જેમ સતત સાથે રહી ખૂબ સ્નેહપૂર્વક સેવા કરી એ સરાહનીય છે. પૂ. મણીબાની અંતિમક્રયા તા. ૧૩ ફેબ્રુઅારીના રોજ સવારે સંપન્ન થઇ હતી. સદગત મણીબાના અાત્માને પ્રભુ ચિરશાંતિ અાપે એવી એશિયન પબ્લીકેશન ગ્રુપ (લંડન તથા અમદાવાદ અોફિસ પરિવાર)ની પ્રાર્થના. સંપર્ક: 07875 229 220.
અવસાન નોંધ
ક્રોયડન ખાતે રહેતા શ્રીમતી જ્યોત્સનાબેન કિરીટભાઇ મહેતાનું ગત તા. ૧૩-૨-૨૦૧૬ના રોજ દુ:ખદ નિધન થયું છે. સદ્ગતની અંતિમ ક્રિયા બપોરે ૩-૪૫ કલાકે ક્રોયડન ક્રિમેટોરીયમ, મિચમ રોડ, ક્રોયડન CR9 3AT ખાતે કરવામાં આવશે. પ્રાર્થના સભા તા. ૧૬ના રોજ અોેએસીસ એકેડમી ખાતે રાખવામાં આવી હતી. સદ્ગત ક્રોયડનના જાણીતા અગ્રણી શ્રી નીતિનભાઇ મહેતાના મોટાભાભી થતા હતા. સંપર્ક: નીતિન મહેતા 020 8681 8884 – 07910 855 908.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૧-૨-૧૬ રવિવારે બપોરે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર શીલાબેન રમણભાઇ પટેલ અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* શ્રી જલારામ મંદિર ગ્રીનફર્ડના જીર્ણોધ્ધાર થઇ રહ્યો હોવાથી આગામી તા. ૧૭-૪-૨૦૧૬થી શ્રી જલારામ મંદિરનું સ્ટેક્લી હાઉસ, ૨, વોન્ડ્ઝવર્થ રોડ, પેરીવેલ UB6 7JD ખાતે સ્થળાંતર થશે જેની ભાવીક ભક્તોને નોંધ લેવા વિનંતી છે.
* પૂ. સ્વામી ચિન્મયાનંદજીના જીવન કવન પર આધારીત સંગીતમય કાર્યક્રમનું આયોજન તા. ૨૧-૨-૧૬ના રોજ સાંજે ૬-૩૦થી ૮-૩૦ દરમિયાન બેક થિએટર, ગ્રેન્જ રોડ, હેઇઝ UB3 2UE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8203 6288.
* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨, પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા. ૨૫થી ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ સવારે ૧૧થી ૨ દરમિયાન ગૌશાળાના લાભાર્થે ગૌકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાનું રસપાન સૌ પ્રથમ વખત યુકે પધારી રહેલા વિખ્યાત હિન્દુ સ્કોલર પૂ. દેવી સરસ્વતીજી કરાવશે. Www.siddhashram.tv પર જીવંત પ્રસારણ કરાશે. સંપર્ક: 020 8426 0678.
* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે 'સેલિબ્રેશન અોફ ભજન' કાર્યક્રમનું આયોજન તા. ૨૧-૨-૧૬ના રોજ બપોરે ૩થી ૭ દરમિયાન કરવામાં આવ્યું છે. દર મહિનાના પહેલા શુક્રવારે સાંજે ૭-૩૦ કલાકે સૌ માટે ભજન અને દર મહિનાના ત્રીજા ગુરૂવારે બપોરે ૧૨થી ૪ દરમિયાન ધુમાડા વગરના હવનનું આયોજન કરવામાં આવશે. દર ગુરૂવારે સાંજે ૬-૩૦થી ૮-૩૦ જલારામ બાપાના ભજન અને પ્રસાદ તેમજ તા. ૨૦-૨-૧૬ના રોજ બપોરે ૨થી ૪ અને તે પછી દર શનિવારે હનુમાન ચાલિસાનો લાભ મળશે. સંપર્ક: 020 8861 1207.
* શ્રી ગ્લોબલ પુષ્ટિ પરિવાર દ્વારા યુરોપના ભવ્ય સમુદ્રમાં ચાર્ટર્ડ ક્રુઝ પર તા. ૨ થી ૯ મે ૨૦૧૬ દરમિયાન વિશ્વ વૈષ્ણવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રુઝ ઇટલી, ક્રોએશીયા, ગ્રીસ, એથેન્સનું ભ્રમણ કરશે. સંપર્ક: ભવનાબેન 07715 315 891.
* શ્રી ભારતીય મંડળ – શ્રી અંબાજી મંદિર ૧૦૩ યુનિયન રોડ, આશ્ટન અંડર લાઇન OL6 8JN ખાતે તા. ૨૦-૨-૧૬ના રોજ સાંજે ૬-૩૦થી ૧૦ દરમિયાન વિશ્વકર્મા જયંતિ પ્રસંગે અંબાજી મંદિરમાં ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 07791 501 893.
* સો એન્ડ રીપ દ્વારા તા. ૨૫-૨-૧૬ના રોજ ગુરૂવારે સાંજે ૭-૩૦ કલાકે વેમ્બલી ખાતે પ્રોપર્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં સો એન્ડ રીપના સેન્ટ્રલ લંડનના પ્રોપર્ટી સ્પેશ્યાલીસ્ટ માર્ગદર્શન આપશે. આપનું નામ નોંધાવવા ફોન નં. 020 7096 2068 અથવા ઇમેઇલ [email protected] પર સંપર્ક કરવા વિનંતી.
* સંગમ એસોસિએશન અોફ એશિયન વીમેન્સ, ૨૧૦ બર્ન્ટ અોક બ્રોડવે, એજવેર ખાતે તા. ૨૩-૨-૧૬ના રોજ બપોરે ૧-૧૫થી વડિલો માટે આરોગ્યપ્રદ આહાર વિષે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવેશ મફત છે. 020 8952 7062.
* 'એશિયન વોઇસ – ગુજરાત સમાચાર' દ્વારા બુધવાર તા. ૨૩-૩-૧૬ના રોજ સાંજે ૫-૩૦થી ૯ દરમિયાન યુથ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૫થી ૪૦ વર્ષની વયજુથના યુવાનો ભાગ લઇ શકશે. આપનું નામ નોંધાવવા aveditorial@abplgroup.com પર ઇમેઇલ કરવા વિનંતી.
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JNખાતે તા. ૨૧-૨-૧૬ના રોજ ભજન ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોન્સર કાંતિભાઇ લાખાભાઇ મોડેસીયા અને પરિવાર છે. તા. ૨૮-૨-૧૬ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન GCSE સર્ટિફીકેટ અને ઇનામ પ્રેઝન્ટેશન તેમજ વાલીદિનનું આયોજન કરવામાં આવ્યું છે. ૪-૩૦થી ૬ બાળકોના શિક્ષકને મળી શકાશે. સંપર્ક: 01772 253 901.
* ભારતીય વૃંદ ગાન દ્વારા સાઉન્ડ્ઝ અોફ ડિવાઇન દ્વારા શનિવાર તા. ૨૦-૨-૧૬ના રોજ સાંજે ૭-૩૦ કલાકે ધ સબસ્ક્રિપ્શન રૂમ્સ, સ્ટ્રાઉડ ખાતે * તા. ૨૭-૨-૧૬ના રોજ સાંજે ૭ કલાકે હેરો આર્ટ્સ સેન્ટર, હેરો અને * તા. ૨૯-૨-૧૬ના રોજ સાંજે ૬ કલાકે નેહરૂ સેન્ટર, લંડન ખાતે કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું છે.
* ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૨૦-૨-૧૬ના રોજ નૃત્યોલ્લાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રિયા હેમા ભવાનીદિન નૃત્ય રજૂ કરશે. તા. ૨૦ના રોજ સવારે ૧૦થી બપોરના ૨ દરમિયાન ટેસ્ટર ક્લાસ અને સ્ટ્રીટ ફૂડના કાર્યક્રમનું આયોજન ભવન ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 7381 3086.
* કિંગસ્ટનના મેયરની ચેરિટીના લાભાર્થે 'ધ મેયર્સ બિગ સિંગ' કાર્યક્રમનું આયોજન રોઝ થિએટર, કિંગસ્ટન ખાતે તા. ૨૧-૨-૧૬ના રોજ સાંજે ૬-૩૦થી ૮-૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 'સાઉથ લંડન મિલિટ્રી વાઇવ્સ ચોયર વર્ક શો'નું સંચાલન કરશે. સંપર્ક: 020 8547 5027.
મહાત્મા ગાંધી નિર્વાણ દિનની ઉજવણી
મહાત્મા ગાંધીની ૬૮મી પુણ્યતિથિ પ્રસંગે તા. ૨-૩-૧૬ના રોજ સાંજે ૬થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે પૂ. બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે કિર્તી વાકાણી અને મરીના ગૃપ દ્વારા ભજન રજૂ થશે. ભારતીય હાઇકમિશનના પ્રતિનિધિ, લોર્ડ્ઝ, હેરોના મેયર એમપી, કાઉન્સિલર તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઅો દ્વારા પૂ. બાપુને શ્રધ્ધાંજલિ અર્પણ કરાશે.
કાર્યક્રમના પ્રારંભે સાદા શાકાહારી ભોજનનો લાભ મળશે. સંપર્ક: ભાનુભાઇ પંડ્યા 020 8427 3413 / 07931 708026.