સંસ્થા સમાચાર

Tuesday 20th January 2015 14:29 EST
 

મહા શીવરાત્રીના કાર્યક્રમો

તા. ૧૭મી ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ 'મહા શીવરાત્રી પર્વ'ની ઉજવણી સમગ્ર બ્રિટનમાં થશે. આપના વિસ્તારમાં કોઇ સંગઠન, મંદિર કે સંસ્થા દ્વારા 'મહા શીવરાત્રી ઉત્સવ'ની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું હોય તો તેની માહિતી 'સંસ્થા સમાચાર' વિભાગમાં છાપવા માટે કમલ રાવને 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે પોસ્ટ, ફેક્સ નંબર 020 7749 4081 અથવા email: [email protected] ઉપર તા. ૯-૨-૧૫ પહેલા મોકલવા વિનંતી છે.

૦૦૦૦૦૦

'વેલેન્ટાઇન ડે'ના સંદેશ

'પ્રેમના પર્વ' વેલેન્ટાઇન ડે'ની ઉજવણી સમગ્ર બ્રિટનમાં તા. ૧૪મી ફેબ્રુઆરી, ૨૦૧૫ શનિવારના રોજ આનંદ ઉલ્લાસપૂર્વક કરાશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિય પાત્રને આપના દ્વારા લખાયેલ પ્રેમનો સંદેશો, કવિતા કે શાયરી અમે 'ગુજરાત સમાચાર'માં રજૂ કરીશું. મહત્તમ ૭૦ શબ્દોની મર્યાદામાં આપનો પ્રેમ સંદેશો, કવિતા કે શાયરી કમલ રાવને 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે પોસ્ટ, ફેક્સ નંબર 020 7749 4081 અથવા email: [email protected] ઉપર તા. ૯-૨-૧૫ પહેલા મોકલવા વિનંતી છે. આપ જો રેસ્ટોરંટ, ગીફ્ટશોપ કે અન્ય વેપાર સાથે સંકળાયેલા હો તો આપની જાહેરખબર છાપવા માટે ફોન નંબર 020 7749 4085 ઉપર સંપર્ક કરવા વિનંતી.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૫-૧-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી, સુનિતાબેન મંગલાણી અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ, લંડન દ્વારા માસિક સત્સંગ સભા અને દિવ્ય શાકોત્સવનું આયોજન તા. ૨૫-૧-૧૫ રવિવારે સાંજે ૪થી ૮ દરમિયાન ટાઇની ટર્વીકલ નર્સરી, વ્હાઇટ ક્રોસ હોલ, વિન્ચેસ્ટર એવન્યુ, કિંગ્સબરી NW9 9TA ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: નારાયણ સોની 07830 979 829.

* સત કેવલ સર્કલ દ્વારા ૨૪૩મા મહાબીજ મહોત્સવનું આયોજન તા. ૨૫-૧-૧૫ના રોજ બપોરે ૧ કલાકથી બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન હોલ, ૧૧૬ ઇલિંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્વાગત, ભજન, પૂ. ગુરૂજીના પ્રવચન, આરતી તેમજ પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: યશવંત પટેલ 07973 408 069.

* ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે બુધવાર તા. ૨૮-૧-૧૫ના રોજ સાંજે ૬-૩૦ કલાકે ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતના હાઇ કમિશ્નર શ્રી રંજન મથાઇની ઉપસ્થિતીમાં દેશભક્તિ ગીત અને નૃત્યનો લાભ મળશે. સંપર્ક: 020 7381 8086.

* ગાયત્રી પરિવાર યુકે તરફથી વસંત પંચમી પ્રસંગે તા. ૨૫-૧-૧૫ના રોજ બપોરે ૧થી ૪ દરમિયાન માંધાતા યુથ અને કોમ્યુનિટી સેન્ટર, ૨૦એ રોઝમીડ એવન્યુ, વેમ્બલી HA9 7EE ખાતે ૫ કુંડી ગાયત્રી યજ્ઞ - પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8907 3028.

* શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા તા. ૨૫-૧-૧૫ રવિવારે બપોરે ૩થી ૫ દરમિયાન પ્રફુલાબેન અને જયસુખભાઇ પરિવાર તરફથી નવયુગ સેન્ટરમાં સંત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અલ્પાહારનો લાભ મળશે. સંપર્ક: મફતભાઇ 020 8998 4686.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter