સંસ્થા સમાચાર

Wednesday 02nd March 2016 09:53 EST
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૬-૩-૧૬ રવિવારે સવારે ૧૧ થી બપોરના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં આવ્યું છે. સૌને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર વલ્લભભાઇ મિસ્ત્રી અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* સામ્યો - ધ નેશનલ યુથ અોરકેસ્ટ્રા ફોર ઇન્ડિયન મ્યુઝિક દ્વારા ધ ગ્રેટ ઇન્ડિયન હેરિટેજ અંતર્ગત તા. ૧૨-૩-૧૬ના રોજ સાંજે ૭-૩૦ કલાકે બેક થિએટર, ગ્રેંજ રોડ, હેઇઝ UB3 2UE ખાતે વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૈની-ખુશાલી મયુર પટેલ સિતાર અને સેક્ષાફોન પર કાર્યક્રમની આગેવાની લેશે. સંપર્ક: મયુર પટેલ 07973 192 595.

* શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા સત્તાવીશ પાટીદાર સેન્ટર, વેમ્બલી પાર્ક સ્ટેશન નજીક, ફોર્ટી એવન્યુ, HA9 9PE ખાતે તા. ૧૩ માર્ચ, રવિવારે સાંજે ૪.૩૦થી મોડી રાત સુધી મધર્સ ડે સ્પેશીયલ કાર્યક્રમ "એક શામ માઁ કે નામ"નું અાયોજન કરવામાં અાવ્યું છે જેમાં લાઇવ અોરકેસ્ટ્રા સાથે વેદા અને મનજીત બોલીવુડના ફિલ્મી ગીતો દ્વારા તમામ માતૃશક્તિને ભાવાંજલિ અાપશે. સોફ્ટ ડ્રીન્ક તેમજ ડીનરનો લાભ મળશે. ટિકિટ માટે સંપર્ક: જ્યોત્સનાબેન 07904 722 575; દક્ષાબેન07958 066 417. જુઅો જાહેરાત પાન 8.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter