સંસ્થા સમાચાર

Tuesday 15th March 2016 13:04 EDT
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૦-૩-૧૬ રવિવારે સવારે ૧૧ થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં આવ્યું છે. સૌને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર ચંદ્રીકાબેન અમુભાઇ કક્કડ અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૯-૩-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલિસા અને આરતી તેમજ તા. 20-૩-૧૬ રવિવારના રોજ બપોરે ૩ કલાકે ભજન અને આરતી થશે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

* ભારત વેલ્ફેર ટ્રસ્ટ, યુકે અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન દ્વારા ગૌશાળાના લાભાર્થે તા. ૮થી ૧૬ એપ્રિલ ૨૦૧૬ રોજ બપોરે ૩થી સાંજના ૬ દરમિયાન હરિબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, સ્ટ્રેટફર્ડ, લંડન E15 1DT ખાતે યોજાયેલ રામ કથા માટે યજમાન અને વોલંટીયર્સની જરૂર છે. જુઅો જાહેરાત પાન ૧૨. સંપર્ક: ભારત વેલ્ફેર ટ્રસ્ટ 0116 216 1684.

* તુષાર ત્રિવેદી પ્રોડક્શન પ્રસ્તુત નવા જમાનાની નવી કોમેડી રજૂ કરતા નાટક 'ભગુમામાના ભડાકા'ના શોનું આયોજન કરવા માંગતી સંસ્થાઅોએ નાટકના રાઇટર ડાયરેક્ટર તુષારભાઇ ત્રિવેદીનો સંપર્ક કરવો. સંપર્ક: 07821 131 774.

* એક્વીટાસ દ્વારા બુધવાર તા. ૨૩-૩-૧૬ના રોજ કોમર્શીયલ પ્રોપર્ટીનું હરાજી દ્વારા વેચાણ કરવામાં આવશે. સંપર્ક: જ્હોન મહેતાબ 020 7034 4855.

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે સમૂહ સત્યનારાયણ કથાનું આયોજન શનિવાર, તા. ૨૬ માર્ચ, ૨૦૧૬ના રોજ બપોરના ૨.૩૦થી સાંજના ૫.૩૦ સુધી કરવામાં આવ્યું છે તે પછી પ્રસાદનું વિતરણ થશે. મંદિરમાં સપ્તાહના સાતેય દિવસ સિવિલ વેડિંગ કરવાનું લાયસન્સ છે. મંદિર દ્વારા મંદિરમાં ભારતથી આવેલા ત્રણ નવા જાણકાર પૂજારીની સેવા પણ મળશે. સંપર્ક: 07958 275 222.

* શ્રીનાથજીની હવેલી WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DWનો નવા મેનેજમેન્ટ દ્વારા શુભારંભ કરાયો છે. આ હવેલી દર્શન માટે દરરોજ સવારના ૭.૩૦થી સાંજના ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે મંગળા: સવારના ૭.૩૦, શ્રીંગાર: સવારના ૧૦.૩૦, રાજભોગ: બપોરના- ૧૨.૦૦, ઉત્થાપન: બપોરના- ૪.૦૦ અને સંધ્યા આરતી: સાંજના ૬.૩૦નો રહેશે. નવા મુખિયાજીનું આગમન ૧૫ એપ્રિલે થશે. સંપર્કઃ 020 8902 8885 અથવા 07958 275 222

* પુષ્ટિ પરિવાર યુકે ફૂલફાગ રસીયા ઉત્સવનું આયોજન તા. ૨૮-૩-૧૬ના રોજ બપોરે ૨-૩૦થી ૬-૩૦ દરમિયાન સેન્ટ બર્નાન્ડેટ્સ સ્કૂલ, ક્લીપ્ટન રોડ, હેરો HA9 9NS ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા પૂ. શ્રી યદુનાથજી મહોદયનું આગમન તા. ૨૪-૩-૧૬ના રોજ થશે. સંપર્ક: ભાવનાબેન 07715 315 891.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter