સંસ્થા સમાચાર અંક તા. ૨૬-૩-૨૦૧૬

Tuesday 22nd March 2016 16:25 EDT
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જિજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞનું અાયોજન તા.૨૭ માર્ચ ૨૦૧૬, રવિવારે સવારે ૧૧ થી સાંજના ૫.૦૦ સુધી સિંધી મંદિર, ૩૧૮ ક્રિકલવુડ બ્રોડવે, લંડનNW2 6QD (વિક્સની સામે) કરવામાં અાવ્યું છે. શ્રી રાજીવભાઇ શર્મા અને પરિવાર તરફથી અા મહાયજ્ઞને સ્પોન્સર કરવામાં અાવ્યો છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદ. સંપર્ક 0208 459 5758, 07973550310.

* બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન દ્વારા “મેન્ટલ હેલ્થ પ્રોબલેમ્સ અને ડિપ્રેશન વિષયક વર્કશોપનું અાયોજન ગુરૂવાર તા.૩૧ માર્ચ ૨૦૧૬ના રોજ કરવામાં અાવ્યું છે. સ્થળ: ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી. સમય સવારે ૯.૩૦ થી બપોરના ૧૨.૩૦. સૌને હળવો નાસ્તો અાપવામાં અાવશે. પ્રવેશ વિના મૂલ્યે છે પણ સૌએ બીઅાઇએની અોફિસમાં નામ નંધાવવા પડશે. સંપર્ક: 0208 903 3019.

* હિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા રવિવાર ૩જી એપ્રિલ ૨૦૧૬ના રોજ સવારે ૧૦.૪૫ થી બપોરના ૨.૩૦ દરમિયાન હોલી ઉત્સવ મનાવવાનું અાયોજન કરાયું છે. સ્થળ: ગુરૂ ગોવિંદસિંહ ખાલસા કોલેજ, રોડીંગ લેન, ચિગવેલ, IG7 6BQ.

* શ્રી જલારામ જ્યોત મંદિરમાં શનિવાર તા. ૨૬ માર્ચના રોજ બપોરે ૨.૩૦ થી સાંજના ૫.૩૦ સુધી સમૂહ સત્યનારાયણ કથાનું અાયોજન કરવામાં અાવ્યું છે. કથા બાદ પ્રસાદનું વિતરણ થશે. દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા સવારે ૧૦.૩૦થી બપોરના ૧.૦૦ સુધી. ત્યારબાદ પ્રસાદ.સંપર્ક સી.જે. રાભેરૂ 07958 275 222.

* શ્રી મહાકાળી મંડળ દ્વારા દર વર્ષની જેમ અા વર્ષે શુક્રવાર તા. ૮ એપ્રિલથી શનિવાર તા. ૧૬ એપ્રિલ સુધી મહાકાળીના ચૈત્ર નવરાત્રિના ગરબા-રાસનું અાયોજન કરવામાં અાવ્યું છે. સ્થળ: હેરો હાઇસ્કૂલ, ગેટન રોડ, હેરો, HA1 2LS. સમય: વીકડેઝમાં સાંજે ૮ થી ૧૧ અને વીકેન્ડ સાંજે ૭.૩૦થી ૧૧.૦૦. સંપર્ક: 0207 274 1039.

* ગેલેક્સી શોઝ-લંડન દ્વારા લેસ્ટર, ક્રોલી અને લંડન ખાતે વૈષ્ણવોને શ્રીનાથજીની ઝાંખી કરાવતો કાર્યક્રમ અાયોજીત થઇ રહ્યો છે. તા.૨૬ માર્ચ, રવિવારે શ્રીનાથજીના અાઠ સમા દર્શનની ઝાંખી કરાવતો કાર્યક્રમ ક્રોલીના સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, ધામેચા શ્યૂટ ખાતે રજૂ થશે. વધુ વિગત માટે સંપર્ક 01293 530105.

સુધારો

ગયા સપ્તાહે સ્વ. રમેશચંદ્ર નરહરીદાસ પટેલના અાભાર દર્શનમાં શરતચૂકથી તેઅો કેન્સિંગ્ટનમાં રહેતા હતા તેમ લખાયું હતું. ક્ષતિ બદલ ક્ષમા. તેઅો મૂળ ધર્મજના વતની અને ઘણા વર્ષો રોહડેશિયામાં રહ્યા બાદ હાલ કેન્ટનમાં સ્થાયી થયેલા હતા. તેમનો સ્વર્ગવાસ તા.૪ ફેબ્રુઅારીએ વડોદરા ખાતે થયો છે. સંપર્ક: 0208 204 6895

લેસ્ટર ખાતે “શ્રીનાથજીની ઝાંખી-અાઠ સમા”ના દર્શન કરી સૌ ધન્ય થયા

લેસ્ટર ખાતે ગયા રવિવારે (૨૦ માર્ચે) મહેર કોમ્યુિનટી હોલમાં શાંતિધામ અને ખ્વાહીશ એન્ટરટેઇન્મેન્ટના સહકારથી નિધી ધોળકીયા અને મયૂર બુદ્ધદેવની બેલડીએ શ્રી ઠાકોરજીનાં કિર્તન પદને સૂરીલો સ્વર અાપી સૌને મુગ્ધ કરી દીધા હતા તો પ્રશાંત, પરાગ અને કેયૂૃર પોટાના સૂરીલા સંગીતે સૌને ભક્તિરસમાં ડોલાવ્યા હતા. લેસ્ટરના સ્થાનિક કલાકાર બહેનોએ પ્રીતિ રાયઠઠ્ઠાના માર્ગદર્શન અને તાલીમ દ્વારા ખુબ જ સરસ નૃત્ય અને ફૂલડોલના ભવ્ય નૃત્ય દ્વારા પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.

કર્ણપ્રિય કિર્તનો “મારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી અને ચોરી ચોરી માખણ ખાયો રે” ઉપર પ્રેક્ષકો વારી ગયા હતા. અા કાર્યક્રમનો ભવ્ય શો લંડન ખાતે શ્રી ધામેચા સેન્ટર ખાતે ૧લી એપ્રિલ શુક્રવારે થનાર છે. વધુ વિગત માટે પંકજ સોઢા 07985 222 186.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter