સંસ્થા સમાચાર ૧૬-૪-૨૦૧૬

Tuesday 12th April 2016 11:44 EDT
 

* શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ - રઘુવંશી મહાજન લંડન (રામા)ના પેરિવેલ ખાતે આવેલા મંદિરની સ્થાપના અને શુભારંભ કાર્યક્રમનું આયોજન ૨ વોડસવર્થ રોડ, પેરિવેલ, મીડલસેક્સ UB6 7JD ખાતે રવિવાર, ૧૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ કરવામાં આવ્યું છે. સવારે ૯થી ૧૦ દરમિયાન ૩૯/૪૫, ઓલ્ડફિલ્ડ લેન સાઉથ ગ્રીનફોર્ડ મીડલસેક્સ, UB6 9LB ખાતે અલ્પાહાર અને આરતી થશે અને ૧૧ કલાકે પેરિવેલ તરફ પ્રયાણ થશે અને બપોરે ૧૨.૩૦ કલાકે પેરિવેલ મંદિરે શુભારંભ સમારોહ થશે. તે પછી સદાવ્રત, ભજન અને સાંજે ૬ થી ૭.૩૦ પ્રસાદ અને આરતીનો લાભ મળશે. સંપર્ક: 020 8578 8088.

* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૬-૪-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલિસા અને માતાકી ચૌકી તેમજ રવિવાર તા. ૧૭-૪-૧૬ના રોજ બપોરે ૩ કલાકે ભજનનું આયોજન કરાયું છે. સંપર્ક: 07882 253 540.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૭-૪-૧૬ રવિવારે સવારે ૧૧ થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં આવ્યું છે. સૌને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર સુનિતાબેન મંગલાણી અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* રાધાકૃષ્ણ મંદિર શ્યામા આશ્રમ, ૩૩ બાલમ હાઇ રોડ, બાલમ, લંડન SW12 9AL ખાતે તા. ૧૫-૪-૧૬ શુક્રવારના રોજ બપોરે ૧૨ વાગે શ્રી ગોવર્ધનનાથ પંચામૃત સ્નાન, આરતી અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8675 3831.

* નારાયણ સેવા સંસ્થાન, ઉદયપુર દ્વારા પૂ. વિપુલ ક્રૃષ્ણજી શાસ્ત્રીના મુખેથી શ્રીમદ ભાગવત અને શ્રી રામ કથાના કાર્યક્રમોનું આયોજન તા. ૧૫-૧૬-૧૭ એપ્રિલના રોજ શ્રી હિન્દુ ટેમ્પલ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, સેન્ટ બર્નાબાસ રોડ, લેસ્ટર LE5 5BD ખાતે અને (સંપર્ક: પ્રમોદ એમ. પટેલ 07504 458 048) તા. ૨૧-૨૨-૨૩ના રોજ હિન્દુ મંદિર સ્લાઉ, કિલ ડ્રાઇવ, સ્લાઉ SL1 2XU (સંપર્ક: સરલાબેન કકર 07753 527 467) ખાતે કરવામાં આવ્યું છે.

* ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રી હિન્દુ મંદિર, સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે રવિવાર તા. ૧૭-૪-૧૬ના રોજ સવારે ૧૦-૩૦થી ૧૨-૩૦ દરમિયાન સમર્પણ ગૌશાળા, ગોવર્ધનના શ્રી સંજીવ કૃષ્ણ ઠાકુરજીના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. અલ્પાહારનો લાભ મળશે. સંપર્ક: 0116 216 1698.

* બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન, ૧૧૬, ઇલિંગ રોડ, વેમ્બલી HA0 4TH દ્વારા NCGOના સહકારથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ ભારતમાં જનજીવન વિષે વર્કશોપનું આયોજન તા. ૧૬-૪-૧૬ના રોજ સાંજે ૫થી ૭ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે એમપી બોબ બ્લેકમેન અને એમપી વિરેન્દ્ર શર્મા તેમજ અન્ય અગ્રણીઅો ભારત યુકે વચ્ચેના સંબંધો અને ભારત વિષે વક્તવ્ય આપશે. સંપર્ક: 020 8903 3019.

* શિવમ થિએટર પ્રસ્તુત ગુજરાતી કોમેડી નાટક 'બે બે વાઇફ પણ એકજ લાઇફ'ના શોનું આયોજન ભારતીય વિદ્યાભવન, ૪ એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૧૭-૪-૧૬ના રોજ સાંજે ૫-૩૦થી ડીનર સાથે કરવામાં આવ્યું છે. સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 07941 975 311 / ભાનુભાઇ પંડ્યા 07931 708 026.

* પંકજ સોઢા, ગેલેક્ષી શોઝ પ્રસ્તુત નાટક 'વાર લાગી થોડી પણ જામી ગઇ જોડીના' ૪ શોનું આયોજન વિન્સ્ટન ચર્ચીલ હોલ, પીન વે, રાયસ્લિપ HA4 7QL ખાતે * શુક્રવાર તા. ૨૯-૪-૧૬ના રોજ સાંજે ૬-૩૦થી ડીનર સાથે (સંપર્ક: ભાનુભાઇ પંડ્યા 07931 708 026) * લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા તા. ૩૦-૪-૧૬ના રોજ રાત્રે ૮ કલાકે (સંપર્ક: દિનેશ સોનછત્રા 07956 810 647) * જૈન સોશ્યલ ગૃપ લંડન દ્વારા રવિવાર તા. ૧-૫-૧૬ના રોજ બપોરે ૧૨-૩૦થી લંચ સાથે (સંપર્ક: વંદના વાઢર 020 8958 1626) * સત્યમ શિવમ સુંદરમ ગૃપ દ્વારા તા. ૧-૫-૧૬ના રોજ સાંજે ૬થી ડિનર સાથે (સંપર્ક: જેબી પટેલ 020 8346 2419) કરવામાં આવ્યું છે.

શુભલગ્ન

* મૂળ ધર્મજના વતની શ્રીમતી પ્રતિમાબેન અને શ્રી સંજયભાઇ રમેશભાઇ પટેલના સુપુત્રી ચિ. જાનકીના શુભલગ્ન ભાદરણના વતની શ્રીમતી દક્ષાબેન અને શ્રી વ્રજેશભાઇ રસિકભાઇ પટેલના સુપુત્ર ચિ. નિરજ સાથે તા. ૧ જુલાઇ ૨૦૧૬ના રોજ નિરધાર્યા છે. ગત સપ્તાહે 'ગુજરાત સમાચાર'માં પાન નં ૨૭ ઉપર પ્રતિમાબેન અને સંજયભાઇનું ગામ ભાદરણ હોવાનું શરતચૂકથી લખાયેલ હતું જે બદલ ક્ષમાયાચના.

* શ્રીમતી રતન દેવી અને શ્રી ચાંદમલ કુમાવત (મનિષ મિડીયા, જયપુર)ના સુપુત્ર ચિ. સિધ્ધાર્થના શુભલગ્ન ઇન્દોરના શ્રીમતી ગોમતી દેવી અને શ્રી હિરાલાલ કુમાવતના સુપુત્રી ચિ. સંજના સાથે ઇન્દોર ખાતે નિરધાર્યા છે. નવદંપત્તીને 'ગુજરા તમસાચાર પરિવાર તરફથી શુભકામનાઅો.

અવસાન નોંધ

થામણાના મુળ વતની અને હાલ હોનચર્ચ-એસેક્સમાં રહેતા ડો. હર્ષદભાઇ ડાહ્યાભાઇ પટેલનું ૭૩ વર્ષની વયે તા. ૨૫ માર્ચ ૨૦૧૬ના રોજ દુ:ખદ નિધન થયું છે. જી.પી. ડોક્ટર તરીકે ફરજ અદા કરનાર હર્ષદભાઇ તેમની પાછળ પત્ની રંજનબેન અને એક દિકરો - એક દિકરીને વિલાપ કરતા મૂકી ગયા છે. સંપર્ક: રંજનબેન 01708 440 376.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter