સંસ્થા સમાચાર - અંક ૧૧ નવેમ્બર ૨૦૧૭

Wednesday 08th November 2017 08:23 EST
 

ગુજરાત હિંદુ સોસાયટી દ્વારા શનિવાર તા.૧૧-૧૧-૧૭ સાંજે ૭ વાગે 'શામ મસ્તાની' મ્યુઝિક કોન્સર્ટનું GHS મેઈન હોલ, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901

પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૨-૧૧-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સર નેમાબહેન અને ફતુભાઈ મૂલચંદાણી તથા સુનિતાબહેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758

ઉસર્પ આર્ટ પ્રસ્તુત કરે છે ' ઈન્ડિયા એટ ૭૦ ફિલ્મ ફેસ્ટિવલ' નું શુક્રવાર તા.૧૭-૧૧-૧૭થી રવિવાર તા.૨૬-૧૧-૧૭. સ્થળઃ USURP આર્ટ, ૧૪૦, વોઘન રોડ, લંડન HA1 4EB ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. www.usurp.org.uk

ચિન્મય મિશન,યુકે દ્વારા 'રામાયણ' નાટકના શોનું રવિવાર તા.૧૯-૧૧-૧૭ બપોરે ૩.૩૦થી ૬.૩૦ ઈલિયટ હોલ, હેરો આર્ટ્સ સેન્ટર, અક્સબ્રીજ રોડ, હેચ એન્ડ, હેરો, લંડન HA5 4EA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 3773 7161

વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા રવિવાર તા.૧૯-૧૧-૧૭ બપોરે ૩.૩૦થી સાંજે ૭.૩૦ દરમિયાન પૂ. દ્વારકેશલાલજી મહોદય (કડી-અમદાવાદ) ની ઉપસ્થિતિમાં અન્નકૂટ દર્શન, વચનામૃત સાથે જન્મદિવસ મહામહોત્સવનું JFS સ્કૂલ, ધ મોલ, કેન્ટન, હેરો HA3 9TE ખાતે આયોજન કરાયું છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. વિજયભાઈ મોરઝારીયા 07983 621 876 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૨૫

નહેરુ સેન્ટર, યુકે ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના નવેમ્બર -૨૦૧૭ના કાર્યક્રમો સોમવાર તા.૧૩ સાંજે ૬.૧૫ અને પછી શુક્રવાર તા.૧૭ સુધી સવારે ૧૦થી ૬ ભારતના સમૃદ્ધ વૈવિધ્ય વિશે આર્ટ એક્ઝિબિશન બુધવાર તા.૧૫ સાંજે ૬.૩૦ પૌલૌમી ગુહા દ્વારા સુમિરન ઓડિસી નૃત્ય ગુરુવાર તા.૧૬ સંસ્કૃતિ દ્વારા ઈન્દ્રધનુષ – કલર્સ ઓફ ઈન્ડિયા ડાન્સ શુક્રવાર તા.૧૭ પ્રિયા રાજેન્દ્રન દ્વારા નાટ્યાંજલિ - ઓફરિંગ ઓફ ડાન્સ સોમવાર તા.૨૦ કથક નૃત્ય વિશે પંડિત બીરજુ મહારાજનું પ્રવચન સંપર્ક. 020 7491 3567

ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14

9HEખાતેના નવેમ્બર ૨૦૧૭ના કાર્યક્રમો શનિવાર તા.૧૮ અને રવિવાર તા.૧૯ સાંજે ૫.૩૦ કુચીપુડી નૃત્ય મહોત્સવ તા.૧૯ સાંજે ૬ પંડિત અજય ચક્રવર્તીનો હિન્દુસ્તાની વોકલ કોન્સર્ટ ગુરુવાર તા.૨૩ સાંજે ૭.૩૦ મિલાપફેસ્ટ દ્વારા મ્યુઝિક ફોર માઈન્ડ એન્ડ સોલ શુક્રવાર તા.૨૪ સાંજે ૭ દિવાળી ફંડ રેઝિંગ ગાલા શનિવાર તા.૨૫ રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યોનો કાર્યક્રમ. સંપર્ક. 020 7381 3086


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter