• નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર – ઈન્ડિયા તેમજ નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા તા.૧૬.૭.૨૦૧૯ બપોરે ૧થી ૩ દરમિયાન ભજન અને સત્સંગનું VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07404 564 196
• ગાયત્રી પરિવાર, યુકે દ્વારા તા.૧૪.૭.૧૯ને રવિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૧ દરમિયાન પાંચ કુડી ગાયત્રી યજ્ઞનું માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા ૧૪.૦૭.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર શારદાબેન પટેલ અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૧૩.૦૭.૧૯ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા. ૧૪.૦૭.૧૯ બપોરે ૩ વાગે ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતેના જુલાઈ – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૪ સવારે ૯.૩૦થી બપોરે ૩ ભજન ભોજન – તા.૧૫ સાંજે ૮ સમૂહ ગુરુપૂર્ણિમા પૂજન – તા.૨૧થી ૨૯ સાંજે ૫થી૮ પૂ.અર્ચનાદીદી દ્વારા ‘દેવી ભાગવત કથા’. સંપર્ક. 01772 253 901.
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE સંસ્થા ખાતે જુલાઈ – ૨૦૧૯ના ક્રાર્યક્રમો - રવિવાર તા.૧૪.૦૭.૧૯ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન સત્સંગ - સંસ્થામાં દર મંગળવારે સાંજે ૭.૩૦થી ૯.૩૦ અને શનિવારે બપોરે ૧.૩૦થી ૩.૩૦ દરમિયાન સંસ્કૃત ભાષાના ક્લાસ – દર બુધવારે સાંજે ૭.૩૦થી ૯.૩૦ ખાસ ‘શ્રીમદ ભાગવત’ના અભ્યાસના ક્લાસીસ. સંપર્ક. 020 8553 547
• પુષ્ટિનીકુંજ ફાઉન્ડેશન, યુકે દ્વારા પૂ. પરેશબાવાની વિશેષ ઉપસ્થિતિમાં પુષ્ટિનીકુંજ હવેલીના આગામી ઉદઘાટન અને યજ્ઞોપવિત પ્રસ્તાવનું તા.૧૯.૭.૧૯ને શુક્રવારે સાંજે ૫થી રાત્રે ૧૦ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, લંડન HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સાંજે ૫થી૭ પ્રસાદી, સાંજે ૭થી ૮ ભક્તિસંગીત અને રાત્રે ૮થી ૧૦ વચનામૃત. સંપર્ક. ભીખુભાઈ પોપટ 07747 721 337
• શ્રી સંતરામ ભક્ત સમાજ યૂ.કે દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ(૨૫મો વાર્ષિકોત્સવ) શ્રી સંતરામ સત્સંગનું તા.૨૧.૦૭.૨૦૧૯ને રવિવારે બપોરે ૧ થી સાંજે ૬ દરમિયાન બિશપ ડગ્લાસ રોમન કેથોલિક હાઈસ્કૂલ, હેમિલ્ટન રોડ, ઈસ્ટ ફિંચલી N2 0SG ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આરતી બાદ મહાપ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક: 07956 503 259
• શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ - યુકે દ્વારા ‘સત્સંગ અભ્યુદય સત્ર ૨૦૧૯’નું ત.૨૨.૭.૧૯થી તા.૨૭.૭.૧૯ સાંજે ૫.૩૦થી રાત્રે ૮ દરમિયાન પ્રિસ્ટમેડ સ્કૂલ, હર્ટફર્ડ એવન્યુ, હેરો HA3 8SZ ખાતે આયોજન કરાયું છે. સત્ર દરમિયાન વચનામૃત કથા, વ્યક્તિત્વ વિકાસ અને પારિવારિક જીવન વિષય પર પ્રેઝન્ટેશન, સંવાદ તથા પ્રશ્રોત્તરી યોજાશે. ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8248 3620
• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના નિયમિત કાર્યક્રમો • દર રવિવારે ભજન કિર્તન, હેલ્થ વર્કશોપ, બાલ ગોકુલમ વર્ગો • દર મંગળવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન લેડીઝ સંગીત • ગુરુવારે ૫૦થી વધુની વયના લોકો માટે ડે સેન્ટર તેમજ વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો સંપર્ક. 02920 623 760
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના જૂલાઈ -૨૦૧૯ના કાર્યક્રમો - તા. ૧૫થી ૧૯ સાંજે ૬.૧૫ બ્રશ વીથ ઈન્ડિયા - પેઈન્ટિંગ એક્ઝિબિશન - તા.૧૫ સાંજે ૬.૩૦ ઈન્ડિયન ક્લાસીકલ ઈન્સ્ટ્રયુમેન્ટલ ફ્યુઝન - તા.૧૬ સાંજે ૬.૩૦ ‘ગાંધી ધૂન’ ગાંધીજીના વિચારો, મૂલ્યો વિશે સંગીતમય કાર્યક્રમ – તા.૧૭ સાંજે ૬.૩૦ ‘ટ્રેમોન્ટાના’ અને ‘અચ્છી ઔરતે’ પુસ્તકો પર ચર્ચા-વાંચન (હિંદીમાં) - તા.૧૮ સાંજે ૬.૩૦ ‘ઈન્દ્રધનુષ’ ભારતીય લોક નૃત્યોનો કાર્યક્રમ સંપર્ક. 020 7491 3567