સંસ્થા સમાચાર

Tuesday 10th February 2015 11:53 EST
 

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે દરરોજ બપોરના ૧થી ૨ ગરીબો અને વડીલો માટે મફત ભોજન. • દર ગુરુવારે જલારામ ભજન-ભોજન સાંજના ૭થી રાત્રિના ૯.૧૫ • દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા- પ્રસાદ સવારના ૧૧થી ૧.૧૫. સંપર્ક: 020 8902 8885.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૫-૨-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણિ અને સુનિતાબેન મંગલાણી USA અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* અોશવાલ એસોસિએશન અોફ યુકે દ્વારા 'આપણા બાળકોને સાચવીએ' શ્રેણી અંતર્ગત હિન્દુ અને શિખ કન્યાઅોને પ્રેમજાળમાં ફસાવી જાતીય શોષણ કરતા તત્વો સામે રક્ષણ આપવા તા. ૧૫-૨-૧૫ના રોજ સાંજે ૪-૩૦થી અોશવાલ મહાજન વાડી, ક્રોયડન સરે CR0 2SQ ખાતે શિખ અવેરેનેસ સોસાયટીના ભાઇ મોહન સિંઘના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: અનિલ શાહ 208 778 6146.

* શ્રી વ્રજ પરમાનંદ મહામહોત્સવનું આયોજન તા. ૧૬-૨-૧૫થી તા. ૨૩-૨-૧૫ દરમિયાન વૈષ્ણવી દેવી અને શ્રી પ્રેમ મંદિર વચ્ચે, છટીકરા રોડ, વૃંદાવન, યુપી ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: ભાવિન મોરજરીયા 07961 199 196.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter