• કાર્ડીફ સ્વામીનારાયણ મંદિર, ૪ મર્ચીસ પ્લેસ, કાર્ડીફ CF11 6RDના ૩૮મા વર્ચ્યુઅલ પાટોત્સવનું તા.૩૦.૮.૨૦ સુધી આયોજન કરાયું છે. દર્શનનો સમય સવારે ૮ થી ૯.૩૦ અને સાંજે ૪થી ૫.૧૫, આરતી સવારે ૭.૩૦ અને સાંજે ૫.૩૦. તા. ૩૦ આરતી સવારે ૭.૩૦ અને સાંજે ૬. પાટોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૬થી ૭ (તા.૩૦ રાત્રે ૯.૩૦) કથાનો લાભ મળશે. સંપર્ક. 02920 371 128
• સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા ઝૂમના માધ્યમથી NRI પાટીદાર મિત્રો સાથે ગગજી સુતરિયા (પ્રમુખ, સરદારધામ)ની ચર્ચાના કાર્યક્રમ ‘દિલકી બાતેં NRI પાટીદારો કે સાથ’નું તા.૨૯.૦૮.૨૦૨૦ને શનિવારે આયોજન કરાયું છે. જેનો સમય – ઈસ્ટર્ન ટાઈમ યુએસએ – રાત્રે ૯.૩૦, સેન્ટ્રલ ટાઈમ યુએસએ - રાત્રે ૮.૩૦, માઉન્ટેન ટાઈમ યુએસએ - સાંજે ૭.૩૦, પેસિફિક ટાઈમ યુએસએ – સાંજે ૬.૩૦ અને ભારત સમય – તા.૩૦.૮.૨૦ સવારે ૭ વાગ્યાનો રહેશે.
લીંક - https://us02web.zoom.us/j/3392022369?pwd=QnFVV1gzVmRzN3U3Yy8zR1V4TGtoZz09
Meeting ID: 339 202 2369
Passcode: sardar
સંપર્ક. ફોનઃ + 91 7575001597 ઈમેલ – [email protected]
• બ્રહ્માકુમારીઝ લંડન દ્વારા ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સ
આખા વિશ્વના મનુષ્યો અત્યારે અનેક પ્રકારના દુઃખો અને અશાંતિના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમાંથી બહાર નીકળવાના એક માર્ગ તરીકે અને આંતરિક શાંતિ અને શક્તિ પ્રાપ્ત કરવા બ્રહ્માકુમારીઝ લંડન દ્વારા રાજયોગ શિબિરનું અનુભવી ટીચર્સ દ્વારા સોમવાર તા.૭.૯.૨૦થી રવિવાર તા.૧૩.૯.૨૦ દરમિયાન દરરોજ સાંજે ૬.૩૦થી ૮ ઓનલાઈન ‘ઝૂમ’ (Zoom) દ્વારા કરવામાં આવ્યું છે. આપનો ઝૂમ આઈડી મેળવવા માટે [email protected] પર ઈમેલ કરો અથવા 020 8727 3416 પર ફોન કરો.
• મેયર ઓફ સટન્સ સમર 1001 ચેલેન્જ
કાઉન્સિલર નલી પટેલ ઓગસ્ટ દરમિયાન કારશેલ્ટન પાર્ક્સમાં તેમના મોબિલીટી સ્કૂટર પર ૧૦૦૧ મિનિટ (૧૬.૬૮ કલાક)ની ચેલેન્જ તા.૨૮.૦૮.૨૦૨૦ને શુક્રવારે બપોરે ૧૨ વાગે હનીવુડ મ્યુઝિયમ બહાર, હનીવુડ વોક, કારશેલ્ટન SM5 3NX ખાતે પૂરી કરશે. મેયર ઓફ સટન, કાઉન્સિલર ટ્રીશ ફિવી તેમનું સ્વાગત કરશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા વિનંતી. આપ હજુ પણ નલી પટેલને સ્પોન્સર કરી શકો છો. સંપર્ક 020 8770 5475