• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EE ખાતે મંદિરમાં દર્શનનો સમય – દર્શન – સવારે ૮થી ૧૧ અને સાંજે ૬થી ૮, આરતી સવારે ૧૦ વાગે અને સાંજે ૭.૧૫ વાગે. તા.૧.૯.૨૦થી તા. ૧૭.૯.૨૦ સુધી શ્રાદ્ધપર્વ છે. દાન માટે આ સમય શ્રેષ્ઠ હોવાથી સૌને મંદિરની મુલાકાત લેવા અને દાન કરવા અપીલ છે. સંપર્ક. 020 8553 5471
• ગેલેક્સી શોઝ લંડન અને શિવ એન્ટરટેનમેન્ટ સાથે દક્ષેશ પટેલ મ્યુઝિકલ ગ્રૂપ પ્રસ્તુત કરે છે લાઈવ ઓરકેસ્ટ્રા સાથે દક્ષેશ પટેલ અને અવની શાહના કંઠે હીટ્સ ઓફ કિશોર કુમાર અને કુમાર શાનુ. યુકેના દર્શકો માટે ફેસબુક લાઈવ તા.૦૫.૦૯.૨૦૨૦ બપોરે ૩ વાગે, ભારત સમય સાંજે ૭.૩૦ અને એટલાન્ટા-યુએસએ સમય સવારે ૧૦ વાગે. પંકજ સોઢા 07985 222 186, વસંત ભક્તા 07860 280 655
• ગેલેક્સી શોઝ લંડન અને પંકજ સોઢા પ્રસ્તુત કરે છે સજદા સિસ્ટર્સ અને રેખા રાવલ સાથે ગુજરાતી અને બોલિવુડના ગીતોનો કાર્યક્રમ ‘ગુજરાતી ગીતો N બોલિવુડ મહેફિલ’. સંગીત દિલીપ રાવલ. યુકેના દર્શકો માટે ફેસબુક લાઈવ www.facebook.com/pankaj.sodha તા.૦૬.૦૯.૨૦૨૦ બપોરે ૩ વાગે. આપની ફરમાઈશ અગાઉથી મોકલવા સંપર્ક. પંકજ સોઢા 07985 222 186, વસંત ભક્તા 07860 280 655
• બ્રહ્માકુમારીઝ હેડ ક્વાર્ટર્સ ગ્લોબલ હાઉસ લંડન દ્વારા ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સ
આખા વિશ્વના મનુષ્યો અત્યારે અનેક પ્રકારના દુઃખો અને અશાંતિના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમાંથી બહાર નીકળવાના એક માર્ગ તરીકે અને આંતરિક શાંતિ અને શક્તિ પ્રાપ્ત કરવા રાજયોગ શિબિરનું આયોજન ઓનલાઈન ‘ઝૂમ’ (Zoom) દ્વારા અનુભવી ટીચર્સ દ્વારા સોમવાર તા.૭.૯.૨૦થી રવિવાર તા.૧૩.૯.૨૦ દરમિયાન દરરોજ સાંજે ૬.૩૦થી ૮ કરવામાં આવ્યું છે. ‘ઝૂમ’ આઈડી મેળવવા માટે
[email protected] પર ઈમેલ કરો અથવા 020 8727 3416 પર ફોન કરો.
• કોવિડ મહામારી દરમિયાન શ્રી જલારામ પ્રાર્થના મંદિર, લેસ્ટરનું સમયપત્રક
કોવિડ-૧૯ ગાઈડલાઈન્સના કડક પાલન સાથે લેસ્ટરનું શ્રી જલારામ મંદિર ગત ૬ ઓગસ્ટથી હરિભક્તોને દર્શન માટે ખૂલી ગયું છે. દેશવિદેશના જલારામ ભક્તો માટે આસ્થાનું પવિત્ર સ્થળ બનેલા આ મંદિરમાં ડિસ્ટન્સ રાખવાના સરકારી નિયમોનું પાલન કરવામાં આવે છે સાથે કોઇપણ હરિભક્તને કોવિડ-૧૯ના લક્ષણનું પરીક્ષણ કર્યા વગર મંદિરમાં પ્રવેશ અપાતો નથી. શ્રી જલારામ મંદિરમાં દર્શનનો સમય સોમવારથી શુક્રવાર સવારે ૧૦થી ૧૨ અને સાંજે ૫થી ૮ રહેશે. જ્યારે શનિવારઅને રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧. તથા સાંજે ૪થી ૮ દર્શનનો લાભ મળશે. મંદિરમાં એક સમયે વધુમાં વધુ ૨૦ હરિભક્તોને પ્રવેશ આપવામાં આવશે. સંપર્ક. મંદિર – 0116 254 0117 મહેન્દ્રભાઈ પંડયા 07932 656 574.
• ભક્તિવેદાંત મેનોરમાં શ્રાદ્ધમાં પિતૃઓની પૂજાનું આયોજન
ભક્તિવેદાંત મેનોર, હિલફિલ્ડ લેન, વોટફર્ડ નજીક, એલ્ડનહામ WD25 8EZ દર્શન માટે ખૂલ્લૂં છે. તા.૨થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન શ્રાદ્ધપર્વ છે. તે દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અને પ્રાર્થના માટે ભક્તિવેદાંત મેનોરની મુલાકાત લેવા ભક્તોને આમંત્રણ છે. શ્રાદ્ધ દરમિયાન નવા ગોકુલ ફાર્મની મુલાકાત લઈને ગાયોને ચારો આપો. શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા માટે ફ્રી પૂજા તથા દર્શન માટે ફ્રી ઓનલાઈન દર્શન ટિકીટ બુક કરાવી શકાશે. ઓનલાઈન કોર્સ દ્વારા ભગવદ ગીતાનું જ્ઞાન મેળવી શકાશે. સંપર્ક. 01923 851 000