સંસ્થા સમાચાર

Tuesday 29th September 2020 13:56 EDT
 

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ.કે.ના ઉપક્રમે ગાંધી જયંતિની વર્ચ્યુઅલ ઉજવણી શનિવાર તા. ૩ ઓક્ટોબર ૨૦૨૦ના સાંજે ૪ થી ૬ (યુ.કે.સમય) કરવામાં આવશે. જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર, ગ્રીનફર્ડના પૂજારીશ્રી કાર્યક્રમનું સંચાલન કરશે. નીચે જણાવેલ લીંકમાં એનું જીવંત પ્રસારણ થશે. બાપુના પ્રિય ભજનો, રાષ્ટ્રીય અને લોકગીતો વાર્તા સ્વરૂપે રજુ થશે. ફાઉન્ડેશનની કમિટી તરફથી સૌને ભાવભર્યું આમંત્રણ. * Facebook.com/jalaramtv *youtube.com/jalaramtv *jalaram.tv *MATV Sky 711

બ્રહ્માકુમારીઝ હેડ ક્વાર્ટર્સ લંડન દ્વારા ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સ -

આખા વિશ્વના મનુષ્યો અત્યારે અનેક પ્રકારના દુઃખો અને અશાંતિના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમાંથી બહાર નીકળવાના એક માર્ગ તરીકે અને આંતરિક શાંતિ અને શક્તિ પ્રાપ્ત કરવા રાજયોગ શિબિરનું આયોજન ઓનલાઈન ‘ઝૂમ’ (Zoom)ના માધ્યમથી અનુભવી ટીચર્સ દ્વારા સોમવાર તા.૫.૧૦.૨૦થી રવિવાર તા.૧૧.૧૦.૨૦ દરરોજ સાંજે ૬થી ૭.૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. ‘ઝૂમ’ આઈડી મેળવવા માટે [email protected] પર ઈમેલ કરો અથવા 020 8727 3416 પર ફોન કરો.

ચિન્મય મિશન અમદાવાદ દ્વારા ચાતુર્માસમાં અધિક માસના સુયોગને ધ્યાનમાં લઈને આગામી તા.૧૬.૧૦.૨૦૨૦ સુધી દરરોજ સાંજે ૬.૩૦થી ૭.૧૫ દરમિયાન શ્રીમદ્ ભાગવત સ્તુતિમાલા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સ્વામી અવ્યયાનંદજી ભાગવત વિશે ગુજરાતીમાં પ્રવચન આપશે. જેનું ચિન્મય મિશન અમદાવાદના ફેસબુક પેજ f/chinmaya mission ahmedabadપરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. તેનું પુનઃપ્રસારણ બીજા દિવસે સવારે ૯.૦૦થી ૯.૪૫ સુધી ચિન્મય મિશનની પરમધામ યુ-ટ્યૂબ ચેનલ પરથી કરવામાં આવશે. વેબસાઈટ - ahmedabad.chinmayamission.com


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter