• શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા તા.૧૭.૧૦.૨૦ને શનિવારથી તા.૨૪.૧૦.૨૦ને શનિવાર સુધી સાંજે ૭થી ૮ દરમિયાન વર્ચ્યુઅલ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. રમણભાઈ બાર્બર (PRO) - 07533 606 973, અશ્વિન ગલોરિયા (સેક્રેટરી) 07914 000 675
• કલાની સેવા દ્વારા ‘૧૨મા વાર્ષિક નવરાત્રિ ફેસ્ટિવલ ઓનલાઈન’નું ઓરકેસ્ટ્રા મહેફિલના લાઈવ મ્યુઝિક સાથે તા.૧૭.૧૦.૨૦ને શનિવારથી તા.૨૫.૧૦.૨૦ને રવિવાર દરમિયાન આયોજન કરાયું છે. તેનો સમય વીક ડે દરમિયાન રાત્રે ૮થી ૧૦ અને વીકેન્ડમાં રાત્રે ૮થી ૧૧ રહેશે. પ્રવેશ મફત. www.kalanisewa.co.uk પર લોગ ઓન કરીને જોડાઈ શકાશે. સંપર્ક. શીના - 07539 242 083
• ચિન્મય મિશન અમદાવાદ ખાતે નવરાત્રીમાં તા. ૧૭થી ૨૫ ઓક્ટોબર સુધી દરરોજ રાત્રે ૯થી ૯.૩૦ સુધી નવશક્તિ ફેસ્ટનો ઓનલાઇન ઉત્સવ ઉજવાશે. ૧૮થી ૪૫ વર્ષની ઉંમરના લોકો માટેના આ ફેસ્ટિવલની ઓનલાઇન ઉજવણીમાં જુદાં જુદાં ક્ષેત્રોની ૯ સફળ મહિલા અગ્રણીઓ નવદુર્ગાની શક્તિઓનો નોખી રીતે પરિચય કરાવશે. આ વર્કશોપનાં મુખ્ય વક્તા બ્રહ્મચારિણી અનુપમા ચૈતન્ય સામાન્ય જીવનને સફળ સાકાર કઈ રીતે કરી શકાય તે વિશે માર્ગદર્શન આપશે. પ્રવેશ માટે bit.ly/navashaktifest પર રજિસ્ટ્રેશન કરાવવું.
• ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EEખાતેશરદ નવરાત્રિ દરમિયાન કોવિડ - ૧૯ ને લીધે આ વખતે સત્સંગનું આયોજન થશે નહીં. પરંતુ દરરોજની માફક સવારે ૧૦ વાગે અને સાંજે ૭.૧૫ આરતી થશે. તેનું જીવંત પ્રસારણ નીચેની લિંક દ્વારા ફેસબુક પર થશે. https://www.facebook.com/197035780334162/posts/3090728920964819/?d=n
સંપર્ક. 020 8553 5471