• બ્રહ્માકુમારીઝ હેડ ક્વાર્ટર્સ લંડન દ્વારા ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સનુંતા.૭.૧૧.૨૦થી તા.૧૩.૧૧.૨૦ (શનિવારથી શુક્રવાર) દરરોજ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન કરવામાં આવ્યું છે. ‘ઝૂમ’ આઈડી મેળવવા માટે [email protected] પર ઈમેલ કરો અથવા 020 8727 3416 પર ફોન કરો.
• શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિર, કેન્ટન ખાતે બેસતા વર્ષના દિવસે તા.૧૫.૧૧.૨૦ને રવિવારે અન્નકૂટના દર્શન સવારે ૭થી સાંજે ૭ દરમિયાન થશે. તે દિવસે દર્શન કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓએ અગાઉથી ફ્રી દર્શન સ્લોટમાં બુકિંગ કરાવવાનું રહેશે. બુકિંગ માટે મંદિર સભા હોલ પાછળ તા.૩૧ ઓક્ટોબર, તા. ૧, ૭ અને ૮ નવેમ્બરે સવારે ૯થી ૧૧ દરમિયાન વોલન્ટિયર્સની મદદ મેળવી શકાશે. બેસતા વર્ષના દિવસે તમામ શ્રદ્ધાળુએ St Gregory's Science College, Donnington Road, Kenton, Harrow
Middlesex HA3 0NB ખાતે પાર્કિંગ કરવાનું રહેશે. સંપર્ક. 020 8909 9899