સંસ્થા સમાચાર

Tuesday 17th February 2015 13:13 EST
 

અવસાન નોંધ

* મૂળ તારાપુરના વતની અને હાલ થેમ્સબીટન ખાતે રહેતા જયમીનભાઇ (ટીનુભાઇ) જીતેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટનું તા. ૧૨-૨-૧૫ના રોજ ટૂંકી બીમારી બાદ ૫૧ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. તેમની અંતિમક્રિયા તા. ૨૧-૨-૧૫ શનિવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કિંગ્સટન સીમેટ્રી, બોનર હિલ રોડ, KT1 3EZ ખાતે થશે. સંપર્ક: પ્રશાંત બ્રહ્મભટ્ટ 07968 490 068.

૦૦૦૦૦

સ્કાયલિંક ટ્રાવેલ્સ અને બાબા હોલીડેઝ દ્વારા લેસ્ટરમાં હનુમાન ચાલીસા સંપન્ન

સ્કાયલિંક ટ્રાવેલ્સ અને બાબા હોલીડેઝ દ્વારા ગત તા. ૭-૨-૧૫ના રોજ હિન્દુ મંદિર, લેસ્ટર ખાતે સમૂહ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પૂ. રમણીકભાઇ શાસ્ત્રીએ હનુમાન ચાલીસા તેમજ સુંદર ભજનોનો લાભ આપ્યો હતો. આયોજકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

૦૦૦૦૦૦

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૨-૨-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર રાજીવભાઇ શર્મા અને અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* નવયુગ સેન્ટર ખાતે તા. ૨૨-૨-૧૫ના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન સત્સંગનું આયોજન કરાયું છે. અલ્પાહારનો લાભ મળશે. સ્પોન્સરર ભારતીબેન આર. શાહ અને પરિવાર છે. સંપર્ક: પ્રીતિબેન શાહ 07505 146 679.

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, HA0 3DW ખાતે તા. ૨૨-૨-૧૫ રવિવારે બપોરે ૩થી ૫-૩૦ દરમિયાન સમૂહ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. આરતી, ભોજન પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: સીજે રાભેરૂ 07958 275 222.

* મલાવી શિવ સત્સંગ મંડળ દ્વારા તા. ૨૨-૨-૧૫ના રોજ બપોરના ૧૨થી ૬ દરમિયાન રામગરીયા શિખ કોમ્યુનિટી સેન્ટર, ૨૭૦ નેવિલ રોડ, E7 9QN ખાતે ૧૬મા મહા શિવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભજન, કિર્તન, આરતી, સ્તુતિ બાદ બપોરે ૩થી ૬ દરમિયાન પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: કુસુમબહેન રાજાણી 020 8504 8117.

* ચિન્મય મિશન યુકે દ્વારા 'એક્સપ્લોર ધ પાવર્સ' અને 'અંડરસ્ટેન્ડ ધ સિમ્બોલીઝમ' વિષે સ્વામી સ્વરૂપાનંદના સાત દિવસના પ્રવચનનું આયોજન તા. ૨થી ૮ માર્ચ દરમિયાન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, લંડન HA9 9PE ખાતે કરવામાં આવ્યું છે. સોમથી શુક્ર દરમિયાન પ્રવચનનો સમય સાંજના ૭-૩૦થી ૯ અને શનિ-રવિ દરમિયાન સાંજના ૬-૩૦થી ૮-૦૦નો રહેશે. સંપર્ક: 07533 363 475.

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૨૨-૨-૧૫ રવિવારના રોજ બપોરે ૩ કલાકે શ્રી રાજ ગંભીરાનંદ અને તેમના ગૃપ દ્વારા ભજન, કિર્તન આરતી કરશે. સંપર્ક: 07882 253 540.

* શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ લંડન દ્વારા તા. ૨૨-૨-૧૫ના રોજ બપોરે ૪-૦૦થી ૮ દરમિયાન ટાઇની ટ્વીંકલ નર્સરી, હાઇટક્રોસ હોલ, વિંચેસ્ટર એવન્યુ, કિંગ્સબરી NW9 9TA ખાતે માસિક સત્સંગ સભાનું આયોજન કરાયું છે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: નારાયણ સોની 07830 979 829.

* શિવમ ટુર્સ દ્વારા હેલિકોપ્ટર દ્વારા અમરનાથ અને ચાર ધામ યાત્રાનું આયોજન તા. ૨૦ જૂનથી ૧૩ જુલાઇ ૨૦૧૫ દરમિયાન કરવામાં આવ્યું છે. સંપર્ક: 0116 212 3157.

* સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનીટી સેન્ટર, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે તા. ૧૫-૩-૧૫ના રોજ સવારે ૯-૩૦થી રાંદલ માના લોટા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: વિનોદભાઇ પટેલ 02920 623 760.

* એચસી સોસાયટી દ્વારા ગીતુ શેઠીના હઠયોગા વર્ગોની શરૂઆત તા. ૨૧-૨-૧૫થી ૩ લીન્ડહર્સ્ટ એવન્યુ, ફ્રાયર્ન બાર્નેટ, ફીંચલી N12 0LX ખાતે થઇ રહી છે. આ વર્ગો દર શનિવારે સવારે ૧૦થી ૧૧-૩૦ દરમિયાન ચાલશે. સંપર્ક: ગીતુ શેઠી 07783 903 179.

* શ્રી ભારતીય મંડળ, ૧૦૩ યુનિયન રોડ, આસ્ટન અંડર લાઇન, OL6 8JN ખાતે તા. ૨૧-૨-૧૫ સવારે ૧૦થી ૩-૩૦ દરમિયાન ભારતીય વૃંદ ગાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 07973 306 125.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૨૨-૨-૧૫ના રોજ બપોેરના ૩થી ૬ દરમિયાન ગુજરાતી શાળા વાલી દિનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષામાં સારા માર્ક મેળવનાર વિદ્યાર્થીઅોને પ્રમાણપત્ર આપવામાં આવશે. સંપર્ક: 01772 253 901.

* ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડનW14 9HE ખાતે શનિવાર તા. ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ સાંજે ૬થી વાદ્ય મેલાનું આયોજન કરાયું છે. સંપર્ક: 020 7381 8086.

૦૦૦૦૦૦૦૦

હોળી મહોત્સવના કાર્યક્રમો

તા. ૫મી માર્ચ, ૨૦૧૫ના રોજ હોળી મહોત્સવ અને તા. ૬-૩-૧૫ના રોજ ધુળેટી પર્વની ઉજવણી સમગ્ર બ્રિટનમાં થશે. આપના વિસ્તારમાં કોઇ સંગઠન, મંદિર કે સંસ્થા દ્વારા હોળી મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરાયું હોય તો તેની માહિતી 'સંસ્થા સમાચાર' વિભાગમાં છાપવા માટે કમલ રાવને 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે પોસ્ટ, ફેક્સ નંબર 020 7749 4081 અથવા email: [email protected] ઉપર તા. ૨૩-૨-૧૫ પહેલા મોકલવા વિનંતી છે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

કુર્યાત સદા મંગલમ્

વિખ્યાત ભજનિક અને સંગીતકાર શ્રી પ્રાગજીભાઇ અને મુક્તાબેન લાડવાના પૌત્ર અને શ્રી વિજયભાઇ તેમજ બિંદુબેન લાડવાના સુપુત્ર ચિ. કબીરના (ફાર્મસીસ્ટ) શુભલગ્ન શ્રી જમનભાઇ અને શ્રીમતી સવિતાબેન ઘેડીયાના સુપુત્રી ચિ. કિંજલ સાથે રાજકોટ ખાતે સંપન્ન થયા હતા. લગ્ન પ્રસંગે રાસગરબા અને ભજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિખ્યાત કલાકાર અોસમાન મીરે ભજનો રજૂ કર્યા હતા. આ પ્રસંગે યુકે અને ભારતથી મોટા પ્રમાણમાં મહેમાનો, સગાં-સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા. ચિ. કબીર અને ચિ. કિંજલને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પરિવાર તરફથી શુભકામનાઅો.

૦૦૦૦૦૦૦

એજવેર સત્સંગ મંડળ દ્વારા સો વર્ષ પૂરા કરનાર બે સદસ્યોનું સન્માન કરાયું

એજવેર સત્સંગ મંડળ દ્વારા તા. ૧૧-૨-૧૫ના રોજ સો વર્ષ પૂરા કરનાર બે સદસ્યો પૂ. ડાહીબેન જીવરાજ કરમશી શાહ તેમજ પૂ. રૂપાબેન લખમશી પેથરાજ શાહનું સન્માન કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન બેલમંટ કોમ્યુનિટી હોલ ખાતે કરાયું હતું.

આ પ્રસંગે પૂ. ડાહીબેન તેમજ પૂ. રૂપાબેનને સંગત સેન્ટરના શ્રી કાન્તીભાઇ નાગડાએ સારા તંદુરસ્તીભર્યા આયુષ્ય માટે શુભેચ્છાઅો પાઠવી પ્રતિકાત્મક ભેટ અર્પણ કરી હતી. બન્ને વડિલ દાદીમાના ચોથી પેઢી સુધીના પરિવારજનો અને મંડળના સદસ્યો મળી દોઢસો જેટલા લોકોએ તેમના સુદીર્ઘ આરોગ્ય તેમજ સુખાકારી માટે પ્રાર્થના કરી ભોજનનો લાભ લીધો હતો.

૦૦૦૦

ડાહીબેન શાહને પ્રતિકાત્મક ભેટ અર્પણ કરતા શ્રી કાંતિભાઇ નાગડા તેમજ જમણે રૂપાબેન શાહ અનેપાછળ અન્ય સદસ્યો

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

BAPS શ્રી સ્વામિનાાયણ મંદિર ખાતે મહા શિવરાત્રિ પર્વ ઉજવાયો

BAPS શ્રી સ્વામિનાાયણ મંદિર ખાતે તા. ૧૭-૨-૧૫ના રોજ ભક્તોના વિશાળ સમૂહે મહા શિવરાત્રિ પર્વની શાનદાર ઉજવણી કરી હતી. સવારના સમયે મંદિરના સંતોએ મહા રૂદ્રાભિષેક કર્યો હતો અને દિવસ દરમિયાન ભક્તોએ ભગવાન શિવને દુધ તેમજ બિલ્વ પત્ર ચઢાવીને અભિષેક કર્યો હતો અને મંદિરની હવેલીમાં મૂકાયેલા બરફના શિવલીંગના દર્શન કર્યા હતા. આ પર્વે શિવ-પાર્વતી અને ભગવાન સ્વામીનારાયણ સમક્ષ ફળાહાર તેમજ અન્ય વાનગીઅોનો અન્નકૂટ ધરાવાયો હતો.

આજે સવારે પ્રાર્થના સમયે મંદિરના સંતોએ શ્રી સીબી તેમજ 'ગુજરાત સમાચાર' પરવિારના સદસ્યોને યાદ કરી અભિષેક કર્યો હતો. બીજી તરફ ભારતની યાત્રાએ ગયેલા શ્રી પ્રબુધ્ધમુની સ્વામીએ સારંગપુર ખાતે પૂ. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન તેમજ મહારૂદ્રાભિષેક વખતે શ્રી સીબી તેમજ સૌને યાદ કર્યા હતા.

અનુપમ મિશનમાં શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે

અનુપમ મિશન યુકે, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, અક્ષબ્રિજ UB9 4NA ખાતે તા. ૫થી ૧૨ અોગસ્ટ ૨૦૧૫ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાનયજ્ઞનો હેતુ ઇંગ્લેન્ડમાં વસતા સમગ્ર હિન્દુઅોની વિવિધતામાં એકતા (Harmony) બની રહે તે છે. કથાનો રસલાભ પ. પૂ. શ્રી રમેશભાઇ અોઝા (ભાઇશ્રી) આપશે. વધુ માહિતી માટે સંપર્ક: શ્રી સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6124 ® 07941 975 311 (M) Email: [email protected] અને વેબસાઇટ www.anoopam-mission.org

0000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter