• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના ૯૯મા જન્મજયંતી મહોત્સવની તા.૨૨.૧૨.૨૦૨૧ને મંગળવારે સાંજે ૭.૩૦ (IST)થી ઉજવણી કરવામાં આવશે. તેનું વેબકાસ્ટ live.baps.org પર થશે. તે અગાઉ પ્રમુખ સ્વામી જન્મજયંતી પર્વ નિમિત્તે વેબકાસ્ટના માધ્યમથી તા.૧૮, ૧૯ અને ૨૧ ડિસેમ્બરે રાત્રે ૯થી ૧૦ (IST) કાર્યક્રમ યોજાશે. તા. ૨૦ ડિસેમ્બરે સાંજે ૫.૩૦થી ૭ (IST) દરમિયાન રવિ સત્સંગ સભા યોજાશે. આ કાર્યક્રમોનું sabha.baps.org પર પ્રસારણ થશે.
-----------
બ્રહ્માકુમારીઝ કાર્ડિફદ્વારા ગુજરાતી પ્રવચન
આપણે ૨૧મી સદીના વર્ષ ૨૦૨૧માં પ્રવેશ કરી રહ્યા છીએ. ગયા વર્ષે કોવિડ-૧૯ મહામારીએ સૌને શારીરિક અને માનસિક રીતે મુશ્કેલીમાં મૂક્યા છે. ત્યારે વિશ્વભરના મનુષ્યોની ચેતનાને જગાડવા અને આંતરિક શક્તિનો અનુભવ કરાવવા માટે આપણે સૌ સાથે મળીને વર્ષ ૨૦૨૧નો પ્રારંભ નવા સંકલ્પોથી કરીએ. બ્રહ્માકુમારીઝ કાર્ડિફ દ્વારા તા.૦૫.૦૧.૨૦૨૧ને મંગળવારે સાંજે ૭થી ૮.૩૦ દરમિયાન ઝૂમના માધ્યમથી ગુજરાતીમાં વર્ચ્યુઅલ પ્રવચનનું ઓનલાઈન આયોજન કરાયું છે. આ કાર્યક્રમ નિઃશુલ્ક છે.
ઝૂમ લીંકઃ
https://us02web.zoom.us/j/86434981347?pwd=MFNwUWxqRm1oRFV3TFp3VXlaaWhXUT09
Meeting ID - 864 3498 1347
Passcoede - 373716
સંપર્ક. 020 8727 3416