• શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન દ્વારા સર્વે હરિભક્તોને જણાવવાનું કે સરકારની જાહેરાતને અનુલક્ષીને મંગળવારને તા- ૦૫-૦૧-૨૦૨૧થી મંદિર દર્શન અને અન્ય પ્રવૃત્તિઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. www.sstw.org.ukપર દર્શન ઓનલાઇન ઉપલબ્ધ છે. ઉપરોક્ત વેબસાઇટ દ્વારા દાન પણ ઓનલાઇન કરી શકાય છે. ગુજરાતી શાળા અને બાળ કેન્દ્ર તેમના વોટસએપ ગ્રુપ દ્વારા વાલીઓને સંપર્ક કરશે.
• One JAIN દ્વારા કોવિડ-૧૯, વેક્સિન્સ, Q&Aકાર્યક્રમનું તા.૧૦.૦૧.૨૦૨૧ને રવિવારે સાંજે ૮ (યુકે ટાઈમ) વાગે આયોજન કરાયું છે. તેમાં કોવિડ-૧૯ની વેક્સિન અંગે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી અપાશે. ખાસ કરીને વડીલો Q&A સેશન સાથે તાજી માહિતી મેળવી શકશે. મેડિકલ નિષ્ણાતો મિસ જ્યોતિ શાહ (કન્સલ્ટન્ટ યુરોલોજિકલ સર્જન), ડો. અનૂજા શાહ (જનરલ પ્રેક્ટિશનર) અને ડો. ખ્યાતિ બખલ (જનરલ પ્રેક્ટિશનર) માહિતી આપશે. આ માટે યુટ્યૂબ લીંક www.onejainuk.org/health પર જોડાવાનું રહેશે.
• બાલમ મંદિર ૩૩ હાઈ રોડ, બાલમ, લંડન SW12 9AL ખાતે તા.૦૯.૦૧.૨૦૨૧ને શનિવારે બપોરે ૧૨.૩૦ વાગે (યુકે ટાઈમ) શ્રી ગુસાંઈજી પ્રાગટ્ય ઉત્સવ – જલેબી ઉત્સવનું આયોજન કરાયું છે. મંદિરથી તેના લાઈવ દર્શન (Zoom Meeting ID 853 3615 2701 Passcode 11)કરી શકાશે. બાદમાં એકાદશી સત્સંગ થશે. વધુ માહિતી માટે વિઝીટ કરો www.BalhamMandir.org.ul સંપર્ક. 020 8675 3831
• ગુજરાતીમાં રાજયોગ કોર્સ ઓનલાઇન - બ્રહ્માકુમારીઝ હેડક્વાર્ટર્સ – વિલ્સડન, લંડન દ્વારા તા.૦૯.૦૧.૨૧ને શનિવારથી તા.૧૫.૦૧.૨૧ને શુક્રવાર સુધી દરરોજ સવારે ૧૦થી ૧૧.૩૦ (યુકે ટાઈમ) દરમિયાન ઝૂમના માધ્યમથી ગુજરાતીમાં રાજયોગ કોર્સનું ઓનલાઈન આયોજન કરાયું છે. દરરોજ એક સેશન રાખેલ છે. રજિસ્ટ્રેશન કરાવવા અને ઝૂમ ID મેળવવા [email protected] પર ઈમેલ અથવા 020 8727 3416 પર કોલ કરવો.
• શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર યુ.કે. યોજિત રાષ્ટ્રવ્યાપી "વિન્ટર એસન્સીઅલ કીટ ડ્રાઇવ" ઝૂંબેશ - કડકડતી ઠંડી અને પેનેડેમીકના કટોકટીભર્યા સંજોગોમાં યુ.કે.ભરમાં સેંકડો બેઘર લોકો શેરીઓમાં ઉપર આભ અને નીચે ધરતીના સહારે જીવી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલો પાસે તત્કાળ બજેટ મર્યાદિત હોવાને કારણે પૂરતી મદદ કરવા અસમર્થ છે. પેનેડેમીક દિનપ્રતિદિન વધતું રહ્યું છે. પહેલા કરતા હાલ કેટલાય લોકો દરરોજ સવાર પડે ને અસલામતિ અને અચોક્કસતામાં ભીંસાઇ રહ્યાં છે. એમના ભવિષ્ય ડામાડોળ છે.
આવી કરૂણતાભરી વિષમ સ્થિતિમાં શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર યુ.કે. એ રાષ્ટ્રવ્યાપી "વિન્ટર એસન્સીઅલ કીટ ડ્રાઇવ"વિતરણની યોજના શરૂ કરી છે જે ઘરવિહોણાંને શિયાળામાં હૂંફ આપે. લંડન, લેસ્ટર, માંચેસ્ટર વગેરે સ્થળોએ આ કીટનું વિતરણ કરાશે જેમાં જરૂરી સામગ્રી જેવી કે, મોજાં, હેટ્સ, ગ્લોવ્સ, બ્લેન્કેટ્સ, સ્નેક્સ બાર્સ, સેનઇટાઇઝર વગેરે સહિત અંગત કાર્ડસનો સમાવેશ કરાયો છે. જે જે સંસ્થાઓ બેઘર લોકોને મદદ કરવામાં કાર્યરત છે તેઓને આ કીટ પહોંચતી કરાશે આપણે સૌ સાથે મળી કરૂણાનું ઝરણું વહાવી શિયાળાની કડકડતી ઠંડીંમાં શેરીઓમાં ધ્રુજી રહેલાઓ પ્રતિ પ્રેમ અને હૂંફ આપી
માનવતા દાખવીએ. વધુ વિગત માટે વીઝીટ : uk.srmd.org/winterkits2021