સંસ્થા સમાચાર

Tuesday 03rd March 2015 08:37 EST
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૮-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૮-૩-૧૫ના રોજ બપોરે ૩ કલાકે ભજન, આરતી, મહાપ્રસાદ અને સાંજે ૫-૩૦ કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. સંપર્ક: 07882 253 540.

* શ્રી રાધાકૃષ્ણ મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, બાલમ SW12 9AL ખાતે તા. ૫-૩-૧૫ના રોજ બપોરે ૧૨-૩૦થી ૩-૩૦ દરમિયાન ડોલ ઉત્સવનું આયોજન કરાયું છે. સંપર્ક: 020 8675 3831.

* હ્યુમન સર્વિસ ટ્રસ્ટ અને શ્રી એડન દેપાળા મિત્ર મંડળ દ્વારા તા. ૪-૪-૧૫ના રોજ હનુમાન જયંતિ બટુક ભોજનનું આયોજન ધ્રાંગધ્રા, રાજકોટ અને ગુરગાંવ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: એચ. જગાણી 020 8346 6686.

* નવનાત વણીક ભગીની સમાજ દ્વારા તા. ૧૪-૩-૧૫ શનિવારના રોજ બપોરે ૨થી ૫ દરમિયાન નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હૈઝ UB3 1AR ખાતે કુકીંગ ડેમોન્સ્ટ્રેશન અને હેલ્થ અવેરનેસ વાર્તાલાપનું આયોજન કરાયું છે. સંપર્ક: જયશ્રીબેન વોરા 07727 038 679.

* નહેરૂ સેન્ટરના કાર્યક્રમો, ૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF: * યુકે તેલુગુ એસોસિએશન દ્વારા તા. ૧૧-૩-૧૫-ના રોજ સાંજે ૬-૩૦ કલાકે 'વીમેન ટુડે - રીયાલીટીઝ અને અોપોર્ચ્યુનીટી વિષય પર પેનલ ડિસ્કશન થશે. જેમાં હીધર બીલીમોરીયા, પ્રો. ઉર્મીલા રાવ, શ્રીમતી પ્રિયા ભુલ્લર, શ્રીમતી કિશ્વર દેસાઇ પ્રવચન કરશે. * કિરણ દેસાઇનું સ્કલ્પચર આર્ટ એક્ઝીબીશન તા. ૧૬-૩-૧૫ સાંજે ૬-૩૦ કલાકે * રાની નેટેલી રાઉતનું નૃત્ય 'આ ફ્લેવર અોફ અોડીસી – તા. ૧૮-૩-૧૫ સાંજે ૬-૩૦ કલાકે * રિક્તા મુખરજીનો સંગીત કાર્યક્રમ 'રિક્તા અનપ્લગ્ડ' તા. ૨૦-૩-૧૫ સાંજે ૬-૩૦ કલાકે. સંપર્ક: 020 7491 3567.

* ભારતીય વિદ્યાભવન, ૪ એ, કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે શિવમ થિએટર પ્રસ્તુત અને કિરણ પુરોહિત લિખીત – દિગ્દર્શિત કોમેડી નાટક 'ચોરના હાથમાં ચાવી'ના શોનું આયોજન તા. ૧૪-૩-૧૫ના રોજ સાંજે ૭ કલાકે ડીનર સાથે કરાયું છે. સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 07941 975311 અને ભાનુભાઇ પંડ્યા 07931 708 026. * તા. ૧૫-૩-૧૫ સાંજે ૬ કલાકે સમ્રાટ પંડિતનો 'હિન્દુસ્તાની વોકલ મ્યુઝીક'નો શો થશે. * ઉસ્તાદ રઇસ અને ઉસ્તાદ હાફીઝ ખાનનું સિતાર વાદન તા. ૨૨-૩-૧૫ સાંજે ૬ કલાકે.020 7381 8086.

* શ્રી ભારતીય મંડળ, તા. ૮-૩-૧૫ના રોજ બપોરે ૧૨થી ૬ દરમિયાન 'ડાન્સ-અો-થોન'નું આયોજન તા. ૮-૩-૧૫ના રોજ બપોરે ૧૨થી ૬ દરમિયાન કરવામાં આવ્યું છે. સંપર્ક: દર્શના મિસ્ત્રી 07748 107 795.

* લોહાણા કોમ્યુનીટી નોર્થ લંડન અને ઝનુર દ્વારા મધર્સ ડે સ્પરેશ્યલ – મા તુઝે સલામ ગીત સંગીત કાર્યક્રમનું આયોજન તા. ૧૫-૩-૧૫ના રોજ ૫-૩૦થી ડીનર સાથે ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: દિનેશ સોનછત્રા 020 8424 8686.

* સંપદ સાઉથ એશિયન આર્ટ્સ દ્વારા તા. ૧૫-૩-૧૫- બપોરે ૪ કલાકે માર્ગમ કથક નૃત્યના કાર્યક્રમનું આયોજન MAC બર્મિંગહામ, કેન હિલ પાર્ક, B12 9QH ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 0121 446 3260.

શુભ વિવાહ

* થોર્નટન હીથ ખાતે રહેતા ક્રોયડનની યુનિવર્સલ એસ્ટેટ એજન્સીના શ્રીમતી હીનાબેન વડગામાના સુપુત્ર ચિ. વિશાલ (સબરંગ આર્ટ્સના નૃત્ય નાટક 'જનક દુલારી સીતા'ના અભિનેતા રામ)ના શુભ લગ્ન શ્રીમતી રક્ષાબેન અને શ્રી રાજેન્દ્રભાઇ વાઢેરના સુપુત્રી જાનકી સાથે તા. ૯-૫-૧૫ના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભકામનાઅો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter