સંસ્થા સમાચાર

Tuesday 16th March 2021 15:49 EDT
 

મલાવી શિવ સત્સંગ મંડળ દ્વારા ૨૨મા મહાશિવરાત્રિ મહોત્સવનું તા.૨૧.૦૩.૨૧ને રવિવારે બપોરે ૨થી ૫ દરમિયાન ઝૂમના માધ્યમથી (Meeting ID – 516 234 9079 – Passcode – 4qV) આયોજન કરાયું છે. સનાતન મંદિર, ક્રોલીથી પંકજભાઈ નાયીના ગ્રૂપ દ્વારા ભજનો પ્રસ્તુત કરવામાં આવશે. તે ઉપરાંત થાળ અને આરતી પણ થશે. સંપર્ક. પ્રકાશ કોઠારી - 020 8470 5833

બ્રહ્માકુમારીઝ યુકે દ્વારા હિન્દીમાં મેડિટેશન કાર્યક્રમ

વસુધૈવ કુટુમ્બકમ એટલે આખું વિશ્વ કુટુંબ છે, તો ચાલો વિશ્વ શાંતિ માટે આપણે બધાં સાથે મળીને ધ્યાન (મેડિટેશન) કરીએ. આપણી સાથે અનુભવી યોગી પણ જોડાશે. બ્રહ્માકુમારીઝ યુકે દ્વારા આ કાર્યક્રમનું ઝૂમના માધ્યમથી (Meeting ID 835 2314 5503 - Passcode – peace) રવિવાર તા. ૨૧.૦૩.૨૦૨૧ને સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન આયોજન કરાયું છે.

ગુજરાતી સાહિત્ય અકાદમી યુકે દ્વારા ‘ઓટલો’ બેઠકમાં મહેરુબહેન ફિટર સાથે વાર્તાલાપનું ઝૂમના માધ્યમથી ઝૂમ લિન્કઃ https://zoom.us/j/98883734890 (Meeting ID: 988 8373 4890) તા.૨૦.૦૩.૨૧ને શનિવારે બપોરે ૨ (યુકે), સાંજે ૭.૩૦ (ભારત) અને સવારે ૯ (EST, અમેરિકા) આયોજન કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter