સંસ્થા સમાચાર

Tuesday 10th March 2015 15:59 EDT
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૫-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી, સનિતાબેન મંગલાણી USA અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* શ્રી સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે તા. ૧૫-૩-૧૫ના રોજ રાંદલમાના લોટા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગોયણી પૂજા સવારે ૧૧-૩૦ કલાકે થશે. સંપર્ક: વિનોદભાઇ પટેલ 02920 623 760.

* પુષ્ટિ પરિવાર યુકે દ્વારા યુકેમાં સૌ પ્રથમ વખત શ્રી ગુંસાઇજી પ્રભુચરણના ૫૦૦મા પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી નિમીત્તે શ્રી હરિરાયજી વિરચીત શ્રી વલ્લભ સાખી રસપાન મહોત્સવનું આયોજન શુક્રવાર તા. ૩-૪-૧૫થી ગુરૂવાર તા. ૯-૪-૧૫ દરમિયાન કિંગ્સબરી હાઇસ્કૂલ, ૩૪૭ સ્ટેગ લેન, લંડન NW9 9AE ખાતે કરવામાં અવ્યું છે. શોભાયાત્રા તા. ૩ના રોજ બપોરે ૩-૩૦ કલાકે નીકળશે. સંપર્ક: 07506 679 737.

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૫૨, પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા. ૧૬-૩-૧૫ના રોજ સાંજે ૮થી ૧૦ દરમિયાન ગુજરાતથી પધારેલા અમૃત બાપુ સુફી ગઝલ અને ભજનનો લાભ આપશે. સંપર્ક: 020 8426 0678.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૫-૩-૧૫ના રોજ ભજન ભોજનનું આયોજન સવારે ૯-૩૦થી સાંજના ૪ દરમિયાન કરાયું છે. આ પ્રસંગે દૈનિક આરતી, બાળકોના ભજન, રાજભોગ આરતી, ભોજન પ્રસાદી અને બહેનોના ભજનનો લાભ મળશે.

૦૦૦૦૦૦

* લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના ઉપક્રમે 'મધર્સ ડે સ્પેશયલ મ્યુઝીકલ શો'નું આયોજન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમર રોડ, હેરો HA2 8AX ખાતે રવિવાર તા. ૧૫-૩-૧૫ના રોજ રવિવારે કરવામાં આવ્યું છે. સાંજે ૬-૩૦થી ૭-૩૦ ડીનર બાદ બરોબર સાંજે ૭-૩૦ કલાકે શો શરૂ થઇ જશે. સંપર્ક: દિનેશ સોનછત્રા 07956 810 647.

* રોમફર્ડ સ્થિત ધ સીટી પેવેલીયન દ્વારા શનિવાર તા. ૪-૩-૧૫ના રોજ શનિવારે સાંજે મધર્સ ડે પ્રસંગે ગીત સંગીત કાર્યક્રમ સાથે થ્રી કોર્સ ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શીન – DCS સાથે 515 ક્રુ અને શમા ગીત સંગીત રજૂ કરશે. સંપર્ક: 020 8924 4000.

૦૦૦૦૦૦

રામનવમી મહોત્સવના કાર્યક્રમો

તા. ૨૮મી માર્ચ, ૨૦૧૫ના રોજ રામનવમી મહોત્સવની ઉજવણી સમગ્ર બ્રિટનમાં થશે. આપના વિસ્તારમાં કોઇ સંગઠન, મંદિર કે સંસ્થા દ્વારા રામનવમી મહોત્સવ તેમજ તા. ૪-૪-૧૫ના રોજ હનુમાન જયંતિ ઉત્સવનું આયોજન કરાયું હોય તો તેની માહિતી 'સંસ્થા સમાચાર' વિભાગમાં છાપવા માટે કમલ રાવને 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે પોસ્ટ, ફેક્સ નંબર 020 7749 4081 અથવા email: [email protected] ઉપર તા. ૨૪-૩-૧૫ પહેલા મોકલવા વિનંતી છે.

* અોપરેશન બ્લેક વોટ દ્વારા રીક્લેઇમીંગ ડેમોક્રસી ટૂર અંતર્ગત લોકો વધુને વધુ સંખ્યામાં વોટ કરવા માટે પ્રેરાય તે માટે તા. ૨૧-૩-૧૫ના રોજ બુધવારે જ્હોન લુઇસ સ્ટોર્સ સામે, લીવરપુલ વન શોપીંગ સેન્ટર, ૭૦ પેરેડાઇઝ સ્ટ્રીટ, લીવરપુલ, L1 3EU ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: શિવ પાંડે 07802 483 381.

* સંગમ એસોસિએશન અોફ એશિયન વિમેન્સ અને સીનીયર સીટીઝન ક્લબ દ્વારા હેલ્ધી લિવીંગ પ્રોજેક્ટ અંતર્ગત 'અલ્ઝાઇમર અને ડીમેન્શીયા' વિષે પ્રવચનનું આયોજન સંગમ, ૨૧૦ બર્ન્ટ અોક બ્રોડવે, એજવેર, HA8 0AP ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8952 7062.

પ્રાર્થના સભા

પોરબંદરના પુષ્ટિ સમાજના અગ્રગણ્ય પુષ્ટિ સ્વરૂપ અને પૂ. શ્રી મધુરેશબાવાના વહુજી માધુરીકા વહુજી અને પૂ. શ્રી શ્યામબાવાના વહુજી શ્રીમતી કવિતા વહુજીનું અકસ્માતમાં નિધન થતાં વૈષ્ણવ સમાજ અને વલ્લભ પરિવારમાં શોકનું વાદળ ફરી વળ્યું છે. સ્વર્ગસ્થને અંજલિ અર્પણ કરવા એક પ્રાર્થના સભાનું આયોજન તા. ૧૫-૩-૧૫ રવિવારના રોજ રવિવારે બપોરે ૩થી ૫ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન કોમ્યુનિટી સેન્ટર, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: સુરેશભાઇ કોટેચા 020 8900 1300.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter