• ડિપાર્ટમેન્ટ ઓફ રિલિજન અને કોલેજ ઓફ લીબરલ આર્ટ્સ એન્ડ સાયન્સીસ, ધ યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ દ્વારા ભગવાન મુનીસુવ્રતસ્વામી - એન્ડાઉડ પ્રોફેસરશિપ ઈન ધ સ્ટડી ઓફ જૈનીઝમ સાઈનીંગ સેરીમનીનું તા.૧૭.૬.૨૧ને ગુરુવારે બપોરે ૩ વાગે CST (1 PM PST) આયોજન કરાયું છે. અગાઉથી go.las.illinois.edu/Swami21 પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
• બ્રહ્માકુમારીઝ યુકેના કાર્યક્રમોઃ વિશ્વશાંતિ માટે ઝૂમના માધ્યમથી (Zoom ID: 932 8205 7186 - Passcode: junepeace ) એક કલાક યોગ સાધના કાર્યક્રમ તા.૨૦.૬.૨૧ શનિવાર સાંજે ૬.૩૦થી ૮ અનુભવી યોગીઓ તેમના પ્રેરણાદાયી અનુભવો રજૂ કરશે - ઈન્ટરનેશનલ યોગ ડે નિમિત્તે તા.૨૬ જૂન ૨૦૨૧ને શનિવારે બપોરે ૩.૩૦ થી ૫ દરમિયાન ખાસ ઓનલાઈન કાર્યક્રમ. Zoom ID મેળવવા માટે [email protected]પર ઈમેલ કરવો.
• જૈન નેટવર્ક અને પતંજલિ યોગ પીઠ યુકે દ્વારા તા. ૨૧.૬.૨૧ને સોમવારે સવારે ૧૦થી ૧૧.૩૦ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઝૂમના માધ્યમથી (Meeting ID 975 327 2401 - Passcode – Yoga) કરવામાં આવશે.
સંપર્ક. કલ્પના પટેલ 07939527974, જૈન નેટવર્ક ઓફિસઃ 020 8200 0828