સંસ્થા સમાચાર

Wednesday 30th June 2021 06:37 EDT
 

• ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા વેબીનાર - પહેલી જુલાઈ, ૨૦૨૧ને  ગુરુવારે ગુજરાતી અખબારી પત્રકારત્વ ૨૦૦ મા વર્ષમાં શુભ પ્રવેશ કરશે. આ ઐતિહાસિક અને સીમાચિહ્નરૃપ ઘટનાને આવકારવા માટે ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા સવારે ૧૦થી ૧૧.૧૫ દરમિયાન ઝૂમ લીંકના માધ્યમથી (Meeting ID: 851 2256 8294 - Passcode: 1234) વેબીનારનું  આયોજન કરાયું છે.આ વેબિનારમાં ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી વિજય રૃપાણીનો શુભેચ્છા વીડિયો રજૂ કરાશે. આ ઉપરાંત સમિતિના લોગોનું લોકાર્પણ કરાશે. આ લોગોનું સર્જન જાણીતા ચિત્રકાર શ્રી કનુ પટેલે કર્યું છે. આ અવસરે સમિતિના અધ્યક્ષ શ્રી કુંદન વ્યાસ પ્રાસંગિક હૃદયભાવ રજૂ કરશે.  સમિતિના સંયોજક અને જાણીતા લેખક - પત્રકાર રમેશ તન્ના " મુંબઈ સમાચારઃ ફરદુનજી મરઝબાનની પરાક્રમી પહેલ " એ વિષય પર ટૂંકુ વ્યાખ્યાન આપશે. મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવે સહિત સમિતિના સભ્યો પ્રાસંગિક પ્રતિસાદ આપશે.  
• ચિન્મય મિશન દ્વારા “હરિ તારાં નામ છે હજાર” ઑનલાઇન સત્સંગ - ચિન્મય મિશન અમદાવાદ દ્વારા શ્રી વિષ્ણુસહસ્રનામ સ્તોત્ર વિશે “હરિ તારાં નામ છે હજાર” સત્સંગનું ઑનલાઇન આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ કેન્દ્રના આધ્યાત્મિક માર્ગદર્શક બ્રહ્મચારિણી અનુપમા ચૈતન્ય સંસ્કૃતમાં રચાયેલા આ સ્તોત્રના ગાન સાથે તેના અર્થ વિશે હિન્દીમાં પ્રવચન આપશે. ૩૦ જૂનથી શરૂ થઈ રહેલો આ સત્સંગ અઠવાડિયામાં ત્રણ દિવસ - સોમવારથી બુધવાર, સવારે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી ઝૂમ અને ચિન્મય મિશન અમદાવાદની યુ-ટ્યૂબ ચેનલ પર રજૂ થશે.  છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી સામે લડી રહેલા લોકોને સત્સંગ દ્વારા માનસિક બળ મળે, આંતરિક શક્તિ વધે તે દિશામાં ચિન્મય મિશન અમદાવાદનો આ એક વધુ નમ્ર પ્રયાસ છે અને તેમાં સૌને ઑનલાઇન જોડાવાનું આમંત્રણ છે.
• JHOD, Yes I donate અને NHS Blod and Transplantના ઉપક્રમે Chit Chat & Watch - Organ Donation વેબીનારનું તા.૧૨.૭.૨૧ને સોમવારે સાંજે ૭.૩૦થી ૮.૪૫ દરમિયાન આયોજન કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter