શ્રી સડબરી જલારામ જ્યોત મંદિરમાં મહાશિવરાત્રિ પર્વે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી મહાઅભિષેક અને શિવપૂજન યોજાયા હતા. આશરે પાંચ હજારથી વધુ શિવભક્તોએ આ પ્રસંગે હાજરી આપી હતી અને અભિષેકનો લાભ લીધો હતો. નમતી સાંજે શિવ વિવાહનો પ્રસંગ યોજાયો હતો, જેમાં યજમાન બાલકૃષ્ણભાઈ પટેલે પાર્વતીમાતાના કન્યાદાનનો લહાવો લીધો હતો. સમગ્ર આયોજનને રંગેચંગે પાર પાડવા માટે આયોજકોથી માંડીને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.