સરે ગુજરાતી હિન્દુ સોસાયટીની એન્યુઅલ જનરલ મીટિંગ 17 જુલાઇના રોજ યોજાઇ હતી, જેમાં નવી સમિતિના હોદ્દેદારોની વરણી કરાઇ હતી. નવનિયુક્ત સમિતિમાં ઘનશ્યામભાઇ પટેલ - ચેરમેન, પુષ્પકાંતભાઇ પટેલ - વાઇસ ચેરમેન, હંસાબહેન શાહ - સેક્રેટરી, કૌશિકભાઇ પટેલ - આસિ. સેક્રેટરી, રમેશભાઇ પટેલ - ટ્રેઝરર અને હરેશભાઇ પટેલ - આસિ. ટ્રેઝરરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટ્રસ્ટી પદે અમિતભાઇ ગોહિલ, અમિતભાઇ પટેલ, ભાવનાબહેન પટેલ, દિનેશભાઇ પટેલ, હસમુખભાઇ પટેલ, મંજુલાબહેન પટેલ, પ્રકાશભાઇ પટેલ, સુભાષભાઇ પટેલ, સુવર્ણાબેન પટેલ અને ઉષાબહેન ભટ્ટની વરણી કરવામાં આવી છે.