અનુપમ મિશન - યુકેના ફર્સ્ટ લેડી સરોજબહેન નકારજા માટે 2023નું વર્ષ યાદગાર બની રહ્યું છે. એએમયુકેના પ્રમુખ વિનોદભાઇ નકારજાના પત્ની અને બે પુત્રીઓ - લિપ્સા તથા અભિપ્સાના માતા સરોજબહેને રવિવાર 21 મેના રોજ અનુપમ મિશન - ડેનહામ ખાતે શ્રી ઠાકોરજી અને ભારતથી પધારેલા સંતોની ઉપસ્થિતિમાં 75મા જન્મદિનની અનન્ય ઉજવણી કરી હતી. 75મા જન્મદિનની માઈલસ્ટોન ઉજવણીમાં 170થી વધુ લોકોએ હાજરી આપી હતી. પરિવારજનો - મિત્રોના સાંનિધ્યમાં થયેલી આ ઉજવણી પ્રસંગે પ્રાર્થના - ભજનો અને શુભેચ્છકોના આશીર્વચન બાદ માતા-પિતાની આરતી કરાઇ હતી અને મહેમાનોને મહાપ્રસાદ પીરસાયો હતો.