ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રમુખ ઇશ્વરભાઇ ટેલરે 50મી વખત રક્તદાન કરીને અનોખું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેમણે 22 વર્ષની વયથી રક્તદાન કરી રહ્યા છે. ગુજરાત હિન્દુ સોસાયટી એવું બ્લડ ડોનેશન સેન્ટર છે જ્યાં નિયમિત રક્તદાન કેમ્પ યોજાતા રહે છે. 50મા રક્તદાન પ્રસંગે ઇશ્વરભાઇને વિશેષ સન્માનપત્ર અને ગોલ્ડ એવોર્ડ બેજથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) શરીફા કબીર, રસેર હોગાર્થ, ઇશ્વરભાઇ ટેલર, રોબર્ટ કેમ્પબેલ, ડો. અનિતા શર્મા અને એનએફએચડબલ્યુના ચેરમેન પ્રો. રોમેશ ગુપ્તા.