સાહેબજીની વૈશ્વિકયાત્રાના 50 વર્ષઃ અનુપમ મિશનમાં ભવ્ય ઉજવણી

Tuesday 15th August 2023 03:49 EDT
 
 

લંડનઃ અનુપમ મિશન યુકે દ્વારા પરમ પૂજ્ય સાહેબજીની વૈશ્વિક મહાયાત્રાના 50 વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. પૂજ્ય સાહેબજીની દિવ્ય ઉપસ્થિતિમાં 15 ઓગસ્ટ 2023થી 7 સપ્ટેમ્બર 2023 સુધીના ગાળામાં શ્રેણીબદ્ધ સભાઓ અને ઉજવણીઓનું આયોજન કરાયું છે. શનિવાર 19 ઓગસ્ટ 2023ના દિવસે સાંજના 7.45 કલાકે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગુરુહરિ સાહેબજીની વૈશ્વિક યાત્રાના 50 વર્ષ નિમિત્તે રવિવાર 20 ઓગસ્ટ 2023ના દિવસે સવારના 10.30 કલાકે સભાનું આયોજન અનુપમ મિશન યુકે, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેનહામ, UB9 4NA ખાતે કરવામાં આવેલ છે.

અનુપમ મિશન યુકે માટે આ વર્ષ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ગુરુહરિ સાહેબજીની હિંમત,  સ્થિતિસ્થાપકતા, સમર્પણ, શરણાગતિ અને સેવાની વૈશ્વિક યાત્રાનો આરંભ 1973થી કરાયો હતો. આ યાત્રાના પગથિયામાં અર્પણ કરવાની કથા સમાયેલી છે. આ કથાની ઉજવણીને સાંસ્કૃતિક કાર્યક્રમ થકી પ્રદર્શિત કરવામાં આવશે. તાંબાના મોટા ઘડા-માણ પર રેલાતા સંગીતની થાપ સાથે કથા કહેવા-સંભળાવવાના પ્રાચીન સ્વરૂપને પુનર્જીવિત કરવા માણ ભટ્ટ તેના સંગાથી બનશે.

વૈશ્વિક મહાયાત્રાના 50 વર્ષની ઉજવણી

તારીખ                     સમય                ઈવેન્ટ

15 ઓગસ્ટ મંગળવાર     6.00 pm           ભારતના સ્વાતંત્ર્યદિનની ઉજવણી

16 ઓગસ્ટ બુધવાર       9.00 am                  પાટોત્સવ પૂજા સમારંભ

                              7:45 pm                      કિર્તન સંધ્યા

17ઓગસ્ટ ગુરુવાર          7:45 pm            પૂજ્ય હિંમતસ્વામી પ્રાગટ્યદિન સભા

18 ઓગસ્ટ શુક્રવાર          7:45 pm     ગુરુહરિ સાહેબજીની 50 વર્ષીય વૈશ્વિકયાત્રા ઉજવણીઓ

19 ઓગસ્ટ શનિવાર         7:45 pm             સાંસ્કૃતિક કાર્યક્રમ અને માણ ભટ્ટ

20 ઓગસ્ટ રવિવાર         10:30 am            ગુરુહરિ સાહેબજીની 50 વર્ષીય વૈશ્વિકયાત્રા સભા

23 ઓગસ્ટ બુધવાર         7:45 pm                       કિર્તન સંધ્યા

26 ઓગસ્ટ શનિવાર        10 am                        શિબિર સત્ર -૧

                               5 pm                            શિબિર સત્ર -૨

27ઓગસ્ટ રવિવાર          10:30 am             પ.પૂ. શાંતિદાદા માહાત્મ્ય સભા

                                 4:30 pm                    પ.પૂ. શાંતિદાદા પ્રાગટ્યદિન સભા

29 ઓગસ્ટ મંગળવાર          7:45 pm                  પૂ. દિલિપદાસજી પ્રાગટ્યદિન સભા

30 ઓગસ્ટ બુધવાર               7:45 pm                 રક્ષાબંધન સભા

3 સપ્ટેમ્બર રવિવાર              4:30 pm                  શ્રાવણ માસ સમૂહ મહાપૂજા

7 સપ્ટેમ્બર ગુરુવાર             7:45 pm                      જન્માષ્ટમી કિર્તન અને સભા

17ઓગસ્ટ ગુરુવારથી 20ઓગસ્ટ રવિવાર -- યોગી પરિવાર શિબિર

(રજિસ્ટ્રેશન માટેની લિન્કઃ https//tinyurl.com/yogiparivar2023)

આ ઈવેન્ટ્સ દરમિયાન મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter