ભારતની સ્વતંત્રતાના 75મા વર્ષ અને ક્વીન એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે અક્ષયપાત્ર ફાઉન્ડેશન - યુકે દ્વારા સ્વાતિ નાટેકરના લાઇવ ઇન કોન્સર્ટ ‘નઝરાના - ધ ઓફરિંગ’નું આયોજન કરાયું હતું. જેમાં સ્વાતિ નાટેકરે તેમના સૂરિલા કંઠે ભજનથી માંડીને બોલીવુડ ગીતો અને ગઝલની પ્રસ્તુતિ કરીને લોકોની ભરપૂર પ્રશંસા મેળવી હતી. આ પ્રસંગે સ્વાતિ નાટેકરની સાથે કીબોર્ડ પર સુનીલ જાધવ, વાયોલિન પર કમલબીર સિંહ, ગિટાર પર સિદ્ધાર્થ સિંહ, તબલા પર અમર સરલ અને વાંસળી પર રોબિન ક્રિશ્ચિયને સંગત કરી હતી.