છેલ્લા 50 વર્ષથી ટિલ્ડા સમગ્ર બ્રિટનના ડિનર ટેબલો પર કેન્દ્રસ્થાને હોય છે. આ વર્ષે દીવાળીની ઉજવણી કરવા અને ઘેર રસોઇ બનાવનારાઓને પ્રોત્સાહિત કરવા ટિલ્ડાએ જાણીતા શેફ મોનિષા ભારદ્વાજ, કન્ટેન્ટ ક્રિએટર સોનાલી મોરજરિયા અને વિવિધ ફ્લેવરના ચાહક રાધિકા હાવર્થ સાથે મળીને ભોજન લોકોને એકબીજાની નજીક લાવવામાં કેન્દ્રવર્તી ભુમિકા ભજવે છે તેવો સંદેશો આપવાનું નક્કી કર્યું હતું.
બેલ્લાવિટા એકેડેમી ખાતે 14 ઓક્ટોબરના રોજ આયોજિત સમારોહમાં ટિલ્ડાએ સંશોધન, પરંપરા અને દીવાળીના રિવાજોના સ્પર્શ સાથે 3 અગ્રણી પ્રભાવકો દ્વારા તૈયાર કરાયેલ 3 ટેસ્ટિંગ મેનૂ રજૂ કર્યાં હતાં. મોનિષાએ ટિલ્ડા પ્યોર બાસમતી સાથે તૈયાર કરાયેલા તરબૂચ ડોસા મહેમાનોને પીરસ્યાં હતાં. ત્યારબાદ મહેમાનોને ટિલ્ડા ગ્રાન્ડ એક્સ્ટ્રા લોંગ બાસમતી સેલ્લા સાથે તૈયાર કરાયેલી હૈદરાબાદી વેજિટેબલ બિરિયાની અને ટિલ્ડા જાસ્મિન રાઇસ સાથે તૈયાર કરાયેલી રોઝ એન્ડ પિસ્તાચિયો ખીર પીરસવામાં આવી હતી.
મોનિષાએ જણાવ્યું હતું કે, ભોજન અને વિવિધ પરંપરાઓની સભર દીવાળી 2022ની ટિલ્ડા રાઇસ સાથે મળીને ઉજવણી કરવાનો મને ઘણો આનંદ છે. મેં ટિલ્ડા રાઇસની અલગ અલગ વેરાઇટીમાંથી 3 કોર્સ મેનૂ તૈયાર કર્યાં અને મારી રેસિપીઓમાં તેના દ્વારા આવેલી ફ્લેવર, સુગંધ અને ટેક્ચરથી હું અભિભૂત થઇ ગઇ હતી.
સોનાલી મોરજરિયાના મેનૂમાં ટિલ્ડા પ્યોર બાસમતીમાંથી તૈયાર કરાયેલા રાઇસ અને વેજિટેબલ ભજિયા હતાં. તેમણે ટિલ્ડા પ્યોર બાસમતી રાઇસ સાથે અત્યંત સ્વાદિષ્ટ કડાઇ મટર પનીર પીરસ્યાં અને ત્યારબાદ ડેઝર્ટમાં ટિલ્ડા લોંગ ગ્રેઇન રાઇસમાંથી તૈયાર કરેલો ચોકલેટ રાઇસ હલવો પીરસ્યો હતો.
સોનાલી કહે છે કે તહેવારોની ઉજવણીમાં સ્ટાર્ટરથી માંડીને ડેઝર્ટ સુધીની વાનગીઓમાં આ પ્રિમિયમ રાઇસ બ્રાન્ડનો કેટલી સરળતા અને વિવિધતા સાથે ઉપયોગ કરી શકાય છે તે પ્રદર્શિત કરતી ટિલ્ડા દીવાળી ઉજવણીનો હિસ્સો બનવાનો મને ઘણો આનંદ છે. દરેક ડીશનો હીરો ટિલ્ડા રાઇસ હતો.
રાધિકા હાવર્થે ટિલ્ડા પ્યોર બાસમતી રાઇસમાંથી તૈયાર કરેલા મસાલા ટ્વિસ્ટ સાથે અરાનસિની રાઇસ બોલથી ઘણાને પ્રભાવિત કર્યાં હતાં. તેમણે મેઇન કોર્સમાં પર્સિયન રસથાળમાંથી પ્રેરિત થઇને ટિલ્ડા ગ્રાન્ડ એક્સ્ટ્રા લોંગ બાસમતી સેલ્લાની મદદથી બઘાલી પોલો નામની વાનગી પીરસી હતી. ડેઝર્ટમાં રાધિકાએ મહેમાનોને ઝર્દા પુલાવની રોયલ ટ્રીટ આપી હતી.
રાધિકાએ જણાવ્યું હતું કે, ટિલ્દા દીવાળી યાદગાર સંભારણું બની રહી હતી. આ સમારોહ ઉત્તેજનાદાયક અને આનંદમય રહ્યો હતો. 3 શેફ દ્વારા ટિલ્ડા રાઇસમાંથી તૈયાર કરાયેલી વિવિધ ડિશનો મહેમાનોએ ભરપૂર આસ્વાદ માણ્યો હતો.
ટિલ્ડાના બ્રાન્ડ લીડર નિખિલ દેશપાંડેએ જણાવ્યું હતું કે, સ્વાદિષ્ટ ભોજન અને પરંપરા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ વર્ષે દીવાળીની ઉજવણી ઘણી શાનદાર રહી હતી. તમામ પ્રકારની સંસ્કૃતિમાં ચોખા મૂળભૂત ભુમિકા ભજવે છે તેથી કોઇપણ ડિશને સ્વાદથી ભરી દેનારા અમારા ગુણવત્તાયુક્ત ચોખાનો ઉપયોગ કરીને ભારતની વિવિધ પ્રાદેશિક વાનગીઓ ધરાવતા સ્પેશિયલ ટેસ્ટિંગ મેનૂ દ્વારા અમે આ પૂરવાર કરી દીધું હતું. 50 વર્ષના વારસા પર અડીખમ ટિલ્ડા ક્વોલિટી અને ફ્લેવર પર ભાર મૂકવા સાથે વાનગીઓ અને સંસ્કૃતિઓની ઉજવણી માટે પ્રતિબદ્ધ છે.