અમદાવાદઃ સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કલોલનો 7મો વાર્ષિક પાટોત્સવ ભારે દબદબાપૂર્વક ઉજવાયો હતો.
મહોત્સવ અંતર્ગત સંતમંડળ સહિત ચતુર્થ દિવસ સત્સંગ વિચરણના કાર્યક્રમમાં કલોલ, લાંધણજ, મોખાસણમાં વિવિધ વ્યસનમુક્તિ શિબિરો યોજાઈ હતી. આ પ્રસંગે આચાર્ય સ્વામી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું છે મનુષ્યે જન્મ ધરીને કરવાં જેવું કામ હોય તો તે છે ભગવાનનું ભજન. જે મનુષ્યે જીવનમાં ભગવાનનું સ્મરણ કર્યું નથી તો તેણે કંઈ કર્યું નથી. મનુષ્યે જીવનમાં વ્યસનોને તિલાંજલિ આપવી. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ આદેશ આપ્યો છે કે મનુષ્યે સુખમય, આનંદમય જીવન જીવવા માટે પંયવર્તમાન અવશ્ય પાળવા જોઇએ.