અમદાવાદઃ યુએસમાં રોઝફોર્ડના ઓહાયો સ્થિત ચર્ચને મંદિર બનાવવાની સાથે ત્યાં કલ્ચરલ સેન્ટર તૈયાર કરાયું છે. જેનું લોકાર્પણ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગરના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મહાપૂજા, અન્નકૂટ, આરતી, ધજા આરોહણ, સ્વાગત સામૈયું વગેરેનું આયોજન થયું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના કલ્ચરલ સેન્ટરોમાં ભારતીય સંસ્કૃતિના જતન-સંવર્ધનના ઉદ્દેશ સાથે નૃત્ય, ગુજરાતી, સંસ્કૃત ભાષા વગેરેનું શિક્ષણ અપાય છે. આ ઉપરાંત ભારતીય તહેવારો, દેશી રમતોનું પણ આયોજન કરાય છે. આચાર્ય મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ મુજબ વસુધૈવ કુટુંબકમની ભાવનાનો દીપ જલતો રહે તે માટે સંસ્થાન દ્વારા દેશ વિદેશમાં મંદિરોનું નિર્માણ કરવામાં આવે છે.