અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ યોજાઈ ગયો. તે અંતર્ગત આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી સ્મૃતિ સત્ર યોજાયું હતું તેમજ પ્રવર્તમાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિપ્રિયદાસ સ્વામીને પધારેલા મહામંડલેશ્વરો, મહંતો, મઠાધીશો, વિદ્વાન સંતો, ધર્માચાર્યો દ્વારા ચાદર અર્પણ કરાઇ હતી.
આ ઉપરાંત મંદિરના ૭૭મા વાર્ષિક પાટોત્સવે શ્રીઘનશ્યામ મહારાજનું ષોડશોપચારથી પૂજન, અર્ચન, આરતી વગેરેનું આયોજન કરાયું હતું. પંચમ દિવસ જ્ઞાનસત્ર યજ્ઞમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્યવાણીરુપ સટીક વચનામૃત ગ્રંથ, અબજીબાપાશ્રીની વાતોની પારાયણો, શ્રી હરિજ્ઞાનામૃત કાવ્ય ગ્રંથની પારાયણ તથા નૂતન ગ્રંથ બ્રહ્મસૂત્રભાષ્યરત્નમ સંસ્કૃત ગ્રંથ, આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી સ્મૃતિસુમન ગ્રંથનું લોકાર્પણ પણ કરાયું હતું.
આ પ્રસંગે શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સંસ્થા (BAPS) ના વડા પૂ. મહંત સ્વામીના પ્રતિનિધિ શ્રી અક્ષરવત્સલદાસજી સ્વામી, ભારત સાધુ સમાજ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, કુંભમેળાના કોષાધ્યક્ષ મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, અખિલ ભારત સાધુ સમાજ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કેશવાનંદજી મહારાજ, ભારત સાધુ સમાજ ઝારખંડ પ્રદેશના અધ્યક્ષ મહંત શ્રી ગૌરવાનંદ બ્રહ્મચારી મહારાજ, શ્રી વિશ્વંભર શ્રી ભારતીબાપુ, શ્રી શીવરામદાસજી મહારાજ, નિર્વાણ પીઠાધીશ્વર રાજગુરુ સ્વામી વિશોકાનંદજી મહારાજ, શ્રી રામસ્વરૂપ પુરીજી મહારાજ, યોગાચાર્ય સ્વામીજી અખિલેશ મહારાજ હરિદ્વાર, શ્રી મહાદેવ બાપુ, હાથીજણ, હવેલી મંદિર - શ્રી દ્વારકેશલાલજી મહારાજ, શ્રી માઈ ધર્માચાર્ય હરિપ્રસાદ બાલેન્દુ, ભગવતી કેશવભવાની મહારાજ, કાશી ગૂર્જર વિદ્વવત્પરિષદ અધ્યક્ષ - શ્રી અનિલભાઈ, હરિધામ સોખડા - પૂ. હરિપ્રસાદ સ્વામીના પ્રતિનિધિ શ્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા પ્રસંગોરુપ ઉદ્બોધન કર્યું હતું.
પૂજ્ય વેદ રત્ન આચાર્ય સ્વામીજી મહારાજ અને પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.
સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઓનલાઇન દર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.