નૈરોબીઃ અમદાવાદસ્થિત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ.પૂ. આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નૈરોબી ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો 72મો પાટોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ મહામંત્રની 222મી પ્રાગટ્ય જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ભારતના કેન્યા ખાતેના ડેપ્યુટી હાઈ કમિશનર રોહિતભાઇ વઢવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્ય સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા.
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ ગાદીના ઈસ્ટ આફ્રિકાના નાનામોટા સર્વે હરિભક્તોએ શિક્ષાપત્રીનું સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી એમ ત્રણ ભાષામાં કુમકુમથી રંગબેરંગી કાગળમાં હસ્ત લેખન કર્યું હતું તેમ મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું. કેન્યા, યુગાન્ડા, ટ્રાન્ઝાનિયા, રવાન્ડા, અમેરિકા, યુકે સહિત દેશવિદેશમાં વસતાં ભાવિક હરિભક્તોએ આ પ્રસંગનો હર્ષોલ્લાસભેર લાભ લીધો હતો.