સ્વામીનારાયણ મંદિર સ્ટેનમોર ખાતે દિવાળી અને નૂતન વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ૨૭મી ઓક્ટોબરે દિવાળીએ સાંજે મંદિરમાં ચોપડા પૂજન અને તે પછી રાત્રે ભવ્ય આતશબાજી યોજાઈ હતી. વિવિધ પ્રકારની આતશબાજીના અદભૂત નજારાનો લાભ ૮,૦૦૦થી વધુ લોકોએ લીધો હતો. ૨૮મીએ નૂતન વર્ષ નિમિત્તે ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હરિભક્તોએ વહેલી સવારે ૬થી સાંજના ૬ સુધી યોજાયેલા અન્નકૂટના દર્શનનો લ્હાવો લીધો હતો. નૂતન વર્ષે ૧૨,૫૦૦થી વધુ હિંદુ લોકોએ મંદિરની મુલાકાત લઈને દર્શન સાથે નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો. મંદિર દ્વારા તમામ દર્શનાર્થીઓને અન્નકૂટનો પ્રસાદ અને હિંદુ કેલેન્ડર આપવામાં આવ્યું હતું.