* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા હનુમાન જયંતિ પ્રસંગે શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૫-૪-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન શ્રી રામ મંદિર, ૨૨ કિંગ સ્ટ્રીટ, સાઉથોલ, UB2 4DA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર શ્રી રામ મંદિર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે હનુમાન જયંતિ પ્રસંગે તા. ૪-૪-૧૫ શનિવારના રોજ સવારે ૧૧થી સાંજના ૬ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરતી, મહાપ્રસાદનો લાભ મળશે. તા. ૫-૪-૧૫ના રોજ બપોરે ૩ કલાકે ભજન-ભોજન અને આરતીનું આયોજન કરાયું છે. સંપર્ક: જશવંત માઇચા 07882 253 50.
૦૦૦૦૦૦
* યુકે પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ મહિલા સમાજ દ્વારા શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવનું આયોજન તા. ૧૫-૪-૧૫ બુધવારના રોજ બપોરેના ૧૨થી ૩-૩૦ દરમિયાન લલીતાકુંજ હવેલી, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બપોરે ૧૨ કલાકે આરતી અને દર્શન તેમજ ૧ કલાકે સત્સંગ, પ્રસાદ, કિર્તન, વધાઇ તેમજ આંબાની સજાવટનો લાભ મળશે. સંપર્ક: મધુબેન સોમાણી 020 8954 2142.
* દત્તસહજ યોગ મિશન દ્વારા માસિક ધ્યાન શિબીરનું આયોજન તા. ૫-૪-૧૫ના રોજ સવારે ૧૦થી બપોરેના ૧૨-૩૦૯ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ સેન્ટર, ૧૦ થોર્નટન રો, થોર્નટનહીથ પોંડ, CR7 6JN ખાતે કરવામાં આવ્યું છે.