હિંદુ સ્વયંસેવક સંઘ યુકે (HSS UK) દ્વારા તા.૧થી ૭ નવેમ્બર દરમિયાન વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યુકે પાર્લામેન્ટ વીક ૨૦૨૦ની ઉજવણી કરાશે છે. તેમાં યુકેની લોકશાહી, લોકોની સત્તા અને પરિવર્તન વિશે ચર્ચા થશે. સાંસદો, કાઉન્સિલરો અને મેયરો યુવાનો દ્વારા પૂછાયેલા પ્રશ્રોનો જવાબ આપશે અને પોતાના અનુભવોનું વર્ણન કરશે.
આ વર્ષે યુકે તેલુગુ હિંદુ ઓર્ગેનાઈઝેશન (UTHO) અને નેશનલ હિંદુ સ્ટુડન્ટ્સ ફોરમ (NHSF) પણ તેમાં ભાગ લેશે. યુકે પાર્લામેન્ટ સાથે આ પ્રથમ વખત ખૂબ મોટી સંખ્યામાં હિંદુઓ જોડાશે. જેમાં ૪થી ૯૪ વર્ષ સુધીના લોકોનો સમાવેશ થાય છે.
યુકે પાર્લામેન્ટ વીક દર વર્ષે યોજાય છે જેમાં યુકેના વિવિધ વયજૂથના લોકો યુકે પાર્લામેન્ટ સાથે જોડાય છે. આ સપ્તાહ દરમિયાન સંસદ વિશે કોમ્યુનિટીને સમજ મળશે.
આ વર્ષે આ દસમું પાર્લામેન્ટ વીક યોજાશે. ‘યુકે વીનર ઓફ ૨૦૨૦ યુકે પાર્લામેન્ટ વીક પાર્ટનર ઓફ ધ યર એવોર્ડ’ હિંદુ સ્વયંસેવક સંઘ યુકે આ ઉજવણીમાં દેશભરની કોમ્યુનિટીઓને સાંકળવા માટે અને વધુ લોકો તેમની લોકશાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે તે માટે ઉત્સુક છે. તેમાં ભાગ લેનારા HSS UKના ૨૫૦૦ લોકો કહેશે, ‘ IT STARTS WITH ME’. યુકે પાર્લામેન્ટ વીક માટેના વડા HSS UKના ડો. હંસા જાનીએ જણાવ્યું કે તેઓ સારા નાગરિકત્વના મૂલ્ય વિશે યુવાપેઢીને શીખ આપે છે. યુકે પાર્લામેન્ટના હેડ ઓફ એજ્યુકેશન એન્ડ એંગેજમેન્ટ ડેવિડ ક્લાર્કે જણાવ્યું કે HSS UKએ આ વર્ષની ઉજવણીમાં ભાગ લીધો છે અને તેમના સભ્યોને લોકશાહીમાં જોડાવા માટે પ્રેરણા આપી રહ્યા છે તેનો અમને આનંદ છે.