બોસનીયાના શ્રેબ્રેનિત્સામાં ૧૯૯૫માં થયેલા જનસંહાર અંગે જાગૃતી લાવવાનું કાર્ય કરતી ચેરીટી 'રીમેમ્બરીંગ શ્રેબ્રેનિત્સા'ના નેજા હેઠળ વેલ્સના વિવિધ સામુદાયીક સંગઠનોના ૨૨ સદસ્યોએ ગત અોક્ટોબર માસમાં બોસ્નીયાના શ્રેબ્રેનિત્સાની મુલાકાત લીધી હતી. હિન્દુ કાઉન્સિલ અોફ વેલ્સના પ્રતિનિધિઅો તરીકે પ્રમુખ શ્રીમતી વિમળાબેન પટેલ અને ઉપપ્રમુખ નિર્મલાબેન પિસાવાડીયા તેમાં જોડાયા હતા.
આ મુલાકાત પાછળનો હેતુ ૧૯૯૫માં નાનકડા નગર શ્રેબ્રેનિત્સામાં હત્યા કરાયેલા ૫ થી ૯૪ વર્ષના ૮,૩૭૨ પુરૂષો અને બાળકોના મોતમાંથી આગામી પેઢીના નેતાઅો પાઠ ભણે તે હતો. આ નરસંહાર માત્ર તેમના ધર્મ, સંસ્કૃતિ અને ભૂતકાળના કારણે કરાયો હતો. આ મુલાકાતમાં જોડાયેલા સૌએ આ નરસંહાર અંગે વધુને વધુ જાગૃતિ ફેલાવવાનો છે.