હિરજી બાપાની ૪૦મી પુણ્યતિથિ પ્રસંગે લેસ્ટરમાં ભજન-સત્સંગ

Wednesday 09th March 2016 09:29 EST
 

બ્રિટન તેમજ ઇસ્ટ આફ્રિકામાં પોતાના ભજન અને સત્સંગ દ્વારા લોકોને ઘેલુ લગાડનાર અને ઘણાબધા અનુયાયીઅો ધરાવતા પૂ. હિરજી બાપાની ૪૦મી પૂણ્યતિથી પ્રસંગે શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, અોફ બર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે શનિવાર તા. ૨૬મી માર્ચ ૨૦૧૫ના રોજ બપોરે ૩ વાગ્યાથી બીજા દિવસે તા. ૨૭મી માર્ચ ૨૦૧૬ના સવારના ૬ વાગ્યા સુધી ભજન સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભજન સત્સંગ ઉપરાંત નૃત્ય પણ રજૂ થશે અને ઠેરઠેરથી ભક્તો ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન માધવભાઇ સોનીએ લેસ્ટરના બજરંગ ભજન મંડળના સાથે સહકારથી કર્યું છે. આ કાર્યક્રમમાં કબીર લાડવા, વિકેશ ચાંપાનેરી, કિશન વાઢીયા, હિતેન જેઠવા, માધવ ગોહિલ, કલ્પેશ ઘેડીયા, રવિ વેગડ, પ્રતિક સોની, અમૃતાબેન, મીતા દીપેશ સોની, ડો. તૃપ્તિ પટેલ, ગૌતમ આર્ય સહિત કુલ ૪૦ કલાકરો સંગીતકારો ઉપસ્થિત રહી ભજન સત્સંગની રમઝટ બોલાવનાર છે.

ગુજરાતમાં ૧૮૮૯માં જન્મેલા હિરજી ઘેલા ગોકાણીનું ૧૯૭૬માં નિધન થયું હતું. ૬ સંતાનો ધરાવતા હિરજી બાપાને સંતનું ઉપનામ મળ્યું હતું. તેમના અનુયાયીઅો ઇસ્ટ આફ્રિકા, ભારત અને યુકેમાં ફેલાયેલા છે. પૂ. હિરજી બાપાએ આજના જેવા કથાકારો અને સંતો વિદેશમાં પરિભ્રમણ કરતા નહોતા તે સમયે સનાતન હિન્દુ ધર્મનો વ્યાપ વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પૂ. હિરજી બાપાની આ સત્સંગ પ્રવૃત્તિને તેમના નિકટના મિત્રો મસરીભાઇ પાણખણીયા, દામજીભાઇ દેવજી પટ્ટણી, રણછોડભાઇ 'એકલમલ' મકવાણા સહિત ઘણાએ આગળ વધારી હતી જેઅો આજે હયાત નથી. આ સર્વે ભક્તો તેમજ બજરંગ ભજન મંડળના રંભાબેન આર્ય, ત્રિભુવનભાઇ પરમાર, ભગવાનભાઇ ચૌહાણ, નટુભાઇ નેન્સીને પણ શ્રધ્ધાસુમન અર્પણ થશે. અમારા પ્રતિનિધિ ભાઇ શ્રી ધિરેન કાટવાને પણ આ ભજન સત્સંગની લગની તેમના દિવંગત પિતા રાવજીભાઇ ભોજા કાટવા તરફથી મળી હતી. ધિરેનભાઇ ખુદ ભજન સત્સંગને ધમધમતો રાખવા પોતાની સેવાઅો આપે છે. વધુ માહિતી માટે જુઅો www.hirjibapa.net


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter