સાઉથ હેરોમાં આવેલ ધામેચા લોહાણા સેન્ટરમાં રવિવાર, તા. ૮ માર્ચ ૨૦૨૦ના રોજ સવારે ૧૦ વાગ્યાથી "મેડિકલ કેમ્પ ૨૦૨૦"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એશિયનોમાં વધતા રોગ અને દર્દો વિષે સ્પેશીયાલીસ્ટ ડોકટરો સમજણ આપી ચર્ચા કરશે. એશિયનોમાં ડાયાબિટીશનું પ્રમાણ વધતું જાય છે એ માટે "Pinn Medical Centre”ના GP પાર્ટનર ડો. મેહુલ લાખાણી ડાયાબિટીશ કેવો ખતરાજનક છે એ વિષે રજૂઆત કરશે.
ડો. મહેશ શાહ (GP અને ન્યુટ્રીશ્નલ થેરાપીસ્ટ છે તેઓ ડાયાબિટીશ થતો રોકવા માટે શું કરવું જોઇએ અને હ્દયરોગ વિષે સમજાવશે. ડો. ગીયાડા ફ્રોન્ટીનો જે સ્ત્રી રોગોના નિષ્ણાત છે તે સર્વિકલ અને એન્ડોમેટ્રીયલ કેન્સર વિષે મહિલાઓને માહિતગાર કરશે. પ્રો. હિતેન આર. પટેલ જેઓ કન્સલ્ટંટ યુરોલોજીકલ સર્જન છે તેઓ પુરૂષોને થતા પ્રોસ્ટેટ કેન્સર અને ટેસ્ટીક્યુલર કેન્સર વિષે સમજાવશે. મિસ બારીન શાહ કન્સલ્ટંટ બ્રસ્ટ અને એન્ડોસિન સર્જન છે તે સ્ત્રીઓમાં વધી રહેલા બ્રેસ્ટ કેન્સર વિષે માહિતગાર કરશે. આ વિષે વધુ માહિતી માટે યતીનભાઇ દાવડા 07711 650 698 અથવા મધુબેન પોપટ07500 701 318.