હેરો બિઝનેસ સેન્ટર (HBC) દ્વારા 29 નવેમ્બર 2024ના રોજ વાર્ષિક ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટરમાં રહેલી 40થી વધુ ઓફિસીસના ક્લાયન્ટ્સ ફેસ્ટિવ સીઝનને ઉજવવા એકત્ર થયા હતા. ડાયરેક્ટર્સ અતુલ સંઘાણી અને દેવેન સંઘાણીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને સેન્ટરના મિશન સંદર્ભે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે હેરો બિઝનેસ સેન્ટર પ્રોડક્ટિવ વર્ક એન્વિરોન્મેન્ટ પુરું પાડી વ્યક્તિઓ અને બિઝનેસીસને વિકસવામાં મદદરૂપ બની રહેવા કટિબદ્ધ છે. નોર્થ હેરોના હાર્દમાં ફ્લેક્સિબલ, વિશાળ અને હવાઉજાસ સાથેના વર્કસ્પેસ ઉપરાંત, ક્લાયન્ટ્સ માટે 24/7 ઉપલબ્ધતાની ઓફર કરવાથી તેઓ જરૂર પડે ત્યારે કામ કરી શકે છે. આ ઈવેન્ટ ગત વર્ષ દરમિયાન સેન્ટરની સિદ્ધિઓ અને સર્જાયેલા મજબૂત સંપર્કો વિશે મંથન કરવાની તક સમાન બની રહ્યો હતો.