હોળી મહોત્સવના કાર્યક્રમો

Tuesday 15th March 2016 13:02 EDT
 

* સર્વોદય હિન્દુ એસોસિએશન દ્વારા તા ૨૨-૩-૧૬ના રોજ મંગળવારે મોલ્ડન મેનોર પાર્ક ખાતે હોળી ઉત્સવની ઉજવણી થશે.

* નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ સાઉથ લંડન શાખા, ૨૬બી ટૂટીંગ હાઇ સ્ટ્રીટ, નેટવેસ્ટ બેન્કની ગલીમાં, લંડન SW17 0RG ખાતે બુધવાર તા. ૨૩-૩-૧૬ના રોજ સાંજે ૭થી ૯-૩૦ દરમિયાન હોળી મહોત્સવની ઉજવણી થશે. સંપર્ક: પ્રવિણભાઇ અમીન 020 8337 2873.

* શ્રીએડન દેપાળા મિત્ર મંડળ યુકે દ્વારા ૬૭એ ચર્ચ લેન, ઇસ્ટ ફિંચલી N2 8DR ખાતે હોળી પર્વની ઉજવણી તા. ૨૨-૩-૧૬ના રોજ સાંજે ૬-થી ૮-૩૦ દરમિયાન થશે. સંપર્ક: દયારામભાઇ દેપાળા 020 8445 7892.

* રાધાકૃષ્ણ મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે તા. ૨૪-૩-૧૬ના રોજ ડોલ ઉત્સવનું આયોજન બપોરે ૧થી ૩-૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. તા. ૨૬-૩-૧૬ના રોજ શનિવારે બપોરે ૧થી ૪ દરમિયાન પૂ. શ્રી યદુનાથજી મહોદયશ્રીની પધરામણી અને વચનામૃત તેમજ પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8675 3831.

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે તા. ૨૩-૩-૧૬ બુધવારના રોજ સાંજના ૬-૩૦ કલાકે હોળી પર્વની ઉજવણી થશે. રાત્રિના ૯ સુધી દર્શન અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07958 275 222.

* એપલ ટ્રી સેન્ટર, સનાતન મંદિર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે તા. ૨૩-૩-૧૬ના રોજ હોળી પર્વ અને તા. ૨૪-૩-૧૬ના રોજ ધુળેટી પર્વની સાંજે ૬-૩૦થી ૯-૩૦ દરમિયાન ઉજવણી થશે. સંપર્ક: ભરતભાઇ લુક્કા 07967 339 790.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૨૩-૩-૧૬ના રોજ સાંજે ૭ કલાકે મંદિરના કાર પાર્કમાં હોળી ઉત્સવની ઉજવણી થશે. સંપર્ક: 01772 253 901.

* શ્રી રામ કૃષ્ણ સેન્ટર દ્વારા તા. ૨૩-૩-૧૬ના રોજ સાંજે ૫-૩૦ કલાકે કેરીલાઇન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, મૂર લેન, લાફબરો LE11 1ST ખાતે હોળી ઉત્સવની ઉજવણી થશે. સંપર્ક: 01509 218274.

* શ્રી ભારતીય મંડળ અંબાજી મંદિર, ૧૦૩ યુનિયન રોડ, આસ્ટન અંડર લાઇન OL6 8JN ખાતે બુધવાર તા. ૨૩-૩-૧૬ના રોજ સાંજે ૬-૩૦ કલાકે મંદિરમાં આરતી પછી હોળી પ્રગટાવવામાં આવશે. સંપર્ક: 0161 330 2085.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter