હોળીના કાર્યક્રમો

Tuesday 15th March 2022 13:19 EDT
 

• હિંદુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા તા. 17.3.22 ને ગુરુવારે સાંજે 6 થી રાત્રે 9 દરમિયાન રોગ્રીન પાર્ક કિંગ્સબરી રોડ, કિંગ્સબરી લંડન NW9 9 PG ખાતે હોળી પ્રગટાવવામાં આવશે. તેમાં પરિવાર સાથે ભાગ લેવા સૌને આમંત્રણ છે. સંપર્ક. જયંતીભાઈ પોપટ07967481 467

• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન દ્વારા તા. ૧૭.૩.૨૨ને ગુરુવારે હોળી ઉત્સવનું સ્વામીનારાયણ સ્કૂલ, ૨૬૦ બ્રેન્ટફિલ્ડસ રોડ, નીસડન લંડન NW10 8HEખાતે આયોજન કરાયું છે. સાંજે ૬થી ૬.૧૫ હોળી પ્રગટાવાશે અને આરતી થશે - સાંજે ૬.૧૫થી રાત્રે ૮.૩૦ હોળી દર્શન, પૂજન અને પરિક્રમા થશે. ઉત્સવ સ્થળે ફૂડ સ્ટોલ પરથી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણી શકાશે. સંપર્ક. 020 8965 2651

• શ્રી નરનારાયણ દેવ ગાદીના તાબા હેઠળના શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડલેન સ્ટેનમોર HA7 4LF ખાતેના કાર્યક્રમો - તા. ૧૭.૩.૨૨ને ગુરુવારે સાંજે ૬ થી ૮ દરમિયાન હોળી ઉત્સવ (હોલિકા દહન) - તા.૧૮.૩.૨૦૨૨ને શુક્રવારે શ્રી નરનારાયણ દેવ જયંતી. સંપર્ક. 020 8954 0205

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે તા. 17.3.2022ને ગુરુવારે સાંજે 6થી 8 હોલિકા દહન થશે. સાંજે 7.15 વાગે આરતી થશે. રાત્રે 8.30 વાગે મંદિર બંધ થશે. તા. 26.3.22 ને શનિવારે હનુમાનચાલીસાના 21 પાઠનું આયોજન કરાયું છે. સાંજે 5 શ્રી ગણેશ પૂજન, સાંજે 5.30થી પાઠ, 7.15 આરતી અને શાંતિપાઠ તથા 7.30 ભોજનપ્રસાદ. સંપર્ક. 020 8553 5471


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter