ઓર્ગન ડોનેશન વિશે જાગ્રતિ લાવવામાં મદદરૂપ થવા માટે યોજાયેલી નેશનલ આર્ટ્સ કોમ્પિટિશન ‘Bringing Light Into Life’માં ૯ વર્ષીય નીયા વિજેતા બની હતી. આ નવતર સ્પર્ધાનું આયોજન જૈન એન્ડ હિંદુ ઓર્ગન ડોનેશન સ્ટીયરીંગ ગ્રૂપ દ્વારા NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT)ના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં યુકેના ૪થી ૧૮ વર્ષની વચ્ચેના બાળકો અને યુવાનોને દૂધની બોટલ અને સ્વીટના રેપર્સ જેવા ફેંકી દેવાયેલા પ્લાસ્ટિક કચરામાંથી જે અંગો અથવા ટીસ્યૂનું ડોનેશન કરી શકાય તેમાં પોતાના વિઝન અને રચનાત્મક કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને રૂપાંતરણ કરીને ભાગ લેવા આમંત્રણ અપાયું હતું.
નીયાએ બનાવેલી કૃતિથી જજો ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા. તેણે અલગ પ્રકારના રિસાઈકલિંગ મટિરિયલ્સમાંથી ફેફ્સાંની 3D પ્રતિકૃતિ બનાવી હતી, જે જીવંત લાગતી હતી. નીયાએ ઓર્ગન ડોનેશન અને રિસાઈકલિંગ પર જે ભાર મૂક્યો હતો તે ખરેખર પ્રશંસનીય હતો. ત્રણ વયજૂથમાં વિજેતાઓની પસંદગી કરાઈ હતી.
આJHOD દિવાળી કોમ્પિટિશનની થીમ હતી અને રિસાઈકલિંગના સ્વરૂપમાં ઓર્ગન ડોનેશનનું મહત્ત્વ દર્શાવવા અને યુવા લોકોને સતત જીવતા રહેવાની જરૂરિયાતની યાદ અપાવવા માટે પસંદ કરાઈ હતી.
દિવાળી કોમ્પિટિશનનો હેતુ સાઉથ એશિયન સમુદાયોમાં ઓર્ગન ડોનેશન વિશે જાગ્રતિ લાવવાનો હતો. તે ખાસ મહત્ત્વનું એઅટલા માટે છે કે યુકેમાં વંશીય લઘુમતીઓમાંથી આવતા ઓર્ગન ડોનર્સની ખૂબ જ અછત છે. કમનસીબે, NHSBT Black and Asian Transplant Report ઓગસ્ટ ૨૦૨૧ પ્રમાણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રતીક્ષા કરી રહેલા ૭,૦૦૦ લોકોમાંથી ૭૨૫ લોકો સાઉથ એશિયન બેકગ્રાઉન્ડના છે.
JHOD અને જજીંગ પેનલના ચેર કિરીટ મોદીએ જણાવ્યું કે સ્પર્ધામાં આ વર્ષે આવેલી તમામ એન્ટ્રીમાં યોગ્યતા અને રચનાત્મકતાનું જે ઉચ્ચ ધોરણ હતું તેનાથી જજીસને આનંદ થયો હતો.
ઓર્ગન ડોનેશનને રિસાઈકલિંગના સ્વરૂપે અને અન્યોને મદદ કરવા માટે યુવાનો વિચારે છે તે આનંદ આપે છે. ટ્રાન્સપ્લાન્ટની પ્રતીક્ષા કરી રહેલા આપણા સમુદાયોના મહત્તમ લોકોને મદદરૂપ થઈ શકાય તે માટે નાની વયથી જ બાળકોમાં ઓર્ગન ડોનેશન વિશે જાગ્રતિ કેળવવાની જરૂર છે.
નીયાએ જણાવ્યું કે તેની 3D કૃતિને જૈન એન્ડ હિંદુ ઓર્ગન ડોનેશન સ્ટીયરીંગ ગ્રૂપની સ્પર્ધામાં વિજેતા તરીકે પસંદ કરવામાં આવી તેનાથી તે ખૂબ ખુશ છે. હું આશા રાખું છું કે મારી કળા ઘણાં લોકો સુધી પહોંચે અને તેઓ તેમનું અંગદાન કરે જેથી જરૂરતમંદ લોકોનું જીવન ખુશીઓથી છલકાઈ જાય.
અન્ય વિજેતા ૭ વર્ષીય મીયા ટેલરની માતા દીપાબેને જણાવ્યું કે આ સ્પર્ધા સરસ હતી. નાના બાળકોમાં ઓર્ગન ડોનેશન વિશે જાગ્રતિ કેળવવાનો ઉત્તમ માર્ગ હતો. ૮ વર્ષીય આર્ના જૈનની કૃતિ ખૂબ સુંદર હતી તેણે વીડિયોમાં જણાવ્યું કે તે દરરોજ રિયૂઝ અને રિસાઈકલ પસંદ કરે છે.
૧૨ વર્ષીય રિયાએ જણાવ્યું કે આ સ્પર્ધામાં ભાગ લઈને તેને ઘણું શીખવા મળ્યું હતું.
NHSBTના વાર્ષિક અહેવાલમાં જણાવાયું હતું કે ઓર્ગન ડોનેશનના સંમતિના દરમાં તથા ડોનેટ કરી શકે તેવા BAME બેકગ્રાઉન્ડના લોકોની સંખ્યા વધી છે.