‘અંગ્રેજીમાં ભલે ભણાવો, પણ ગુજરાતી બોલતાં શીખવાડજો’

Saturday 02nd March 2024 05:37 EST
 
 

અમદાવાદ: શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ કિશોરો અને યુવાનોએ સમૂહમાં ગુજરાતી ભાષામાં લખાયેલા ધર્મગ્રંથોનો પાઠ કર્યો હતો. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આપણને સહુને આપણી ગુજરાતી ભાષાનું ગર્વ હોવો જોઈએ. અંગ્રેજી ભાષા સારી છે, પણ ગુજરાતી ભાષા મારી છે. આપણાં સંતાનોને આજના સમય પ્રમાણે અંગ્રેજી ભાષા ભણાવવી પડે તો ભલે ભણાવો પણ ગુજરાતી ભાષા તો બોલતાં અવશ્ય શીખવાડવી જ જોઈએ. ઘરમાં દરેક માતા-પિતાએ ગુજરાતી ભાષા જ બોલવી જોઈએ, તો જ સંતાનો ગુજરાતી બોલી શકશે, બાળકોને નાનપણથી ગુજરાતી ભાષા આવડશે નહીં તો, આપણા ધર્મગ્રંથો તે વાંચી પણ નહીં શકે અને તે વાંચતા નહીં શીખે તો આપણી સર્વશ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિ, આપણા સંસ્કારોથી તે અજાણ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter