દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ પૈકી એક શ્રી અરવિંદ પાગરિયા લિખિત ‘ઈન્ડિયા અનલિમિટેડ’ પુસ્તકના ડિજીટલ વિમોચનનું નહેરુ સેન્ટર યુકે ખાતે તા.૨૪.૦૯.૨૦ને ગુરુવારે બપોરે ૩.૩૦ વાગે (યુકે સમય) તથા સાંજે ૭.૩૦ (IST) આયોજન કરાયું છે. પુસ્તકના લેખક, કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રોફેસર અને નીતિ આયોગના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન શ્રી પાગરિયા સાથે નહેરુ સેન્ટરના ડિરેક્ટર શ્રી અમીષ ત્રિપાઠી વાતચીત કરશે.